________________
ઢાળ ૧૨ સ્થૂલિભદ્ર કહે સુણ બાળા રે તું શાને કરે છે ચાળા રે; વનિતાણું જાસ વિલાસ રે તે નર દુનીયાના દાસ રે... સ્થૂલિભદ્ર. ૧ જોબનીયાનો જે લટકો રે તે તો ચાર ઘડીનો ચટકો રે; પછે કાચનો સીસો ભટક્યો રે કાંઈ કામ ન આવે કટકો રે... સ્થૂલિભદ્ર૦ ૨ જુગટીયાનો અલંકાર રે નાટકીયાનો શણગાર રે; ધનવંત હુઓ નિર્ભાગ્ય રે જેહવો સંધ્યાનો રાગ રે; સ્થૂલિભદ્ર૦ ૩ કુંપલ પીપલનું પાન રે કપટી નરનું જેમ ધ્યાન રે; ભૂપાળતણું સનમાન રે ચળ હું જરકેરો કાન રે... સ્થૂલિભદ્ર. ૪ ચપળા નારીનાં નયણાં રે દુર્જનનાં મીઠાં વયણાં રે; ઘડી ચાર તણી ચાંદરણી રે પછી ઘોર અંધારી રાયણી રે... સ્યુલિભદ્રવ ૫ સંસાર સ્વરૂપને દેખી રે મેં મેલી તુજને ઉવેખી રે, કોઈ વાયુને ત્રાજવે તોળે રે પવને કનકાચલ ડોલે રે... સ્થૂલિભદ્ર. ૬ રવિ ચંદા ચરને ચૂકે રે જલધિ મર્યાદા મૂકે રે, અલોક માંહે હો જાવું રે પણ હું તુજ હાથ ન આવું રે... સ્થૂલિભદ્ર. ૭ પૂરવે રમીયા રંગ રોલે રે આજ તું પગ મોજડી તોલે રે, પહેલાં તો કાંઈ ન દીઠું રે હવે સંયમ લાગ્યું છે મીઠું રે... સ્થૂલિભદ્ર. ૮ માય બાપને મેં પરહરીયા રે માત તાત નવા મેં કરીયા રે તજી બાંધવ કેરી સગાઈ રે, મેં કીધા નવા દશ ભાઈ રે... સ્યુલિભદ્ર. ૯ દોય નામે છે ચિત્રશાલી રે પરણી ઘરણી લટકાળી રે, વિણતેલ દીપક અનુઆલે રે ચાર શય્યા તે નિત્ય ઢાળે રે... સ્યુલિભદ્ર. ૧૦ નિત્ય અમૃત ભોજન કરીયે રે રસ રંગભરે ઘેર રમીયે રે; શૂચિ ધૂપઘટી પ્રગટાવે રે તિહાં તાહરૂં કાંઈ ન ફાવે રે... સ્યુલિભદ્ર. ૧૧ નવ કોટ વચ્ચે એક ગામ રે નિત્ય રહીયે છીએ તેણે ઠામ રે; સ્વામી બળિયા શીર તાજા રે શુભવીર પ્રભુજી રાજા રે... સ્યુલિભદ્ર. ૧૨
ઢાળ ૧૩. કોશ્યા કહે સુણજો સુમને આશે નિરાશ કર્યા અમને; પ્રીતમજી ન ઘટે તમને રસીલા સાથે અમે રમશું... ૧
સઝાય સરિતા
૩૬૩