________________
ઢાળ ૧૧ જોઈ જોઈ જોગણી દશા અલબેલાજી તમે નારીની નિઘે વસ્યા અલબેલાજી મન ગમતા ભૂષણ લાવતા અલબેલાજી સુંદર શણગાર ધરાવતા...
અલબેલાજી ૧ કર ઝાલીને બેસારતા અલબેલાજી કરતા વલ્લભ વારતા, અલબેલાજી વર કવળ કરી વૃત ભેળીયા અલબેલાજી મેં તુમ મુખમાંહે મેલીયા...
અલબેલાજી ૨ વળી તુમચે હાથે હું જમી અલબેલાજી તુમ ઉસંગે રંગે રમી, અલબેલાજી હવે ઉપરાઠાં તમે કેમ થયા અલબેલાજ તે દિવસ તમારા કહાં ગયા...
અલબેલાજી ૩ દોષાંતર દુહિતા કેમ કહો અલબેલાજી કાંઈ પ્રીતની વાત નવી લહ, અલબેલાજી દોય કાન સુરત એક રીતડી અલબેલાજી દોય નયન જ્યોતિ સમ પ્રીતડી..
અલબેલાજી ૪ આ ભવ વિણસે સંજમ વરી અલબેલાજી ગુણ ગણ વિઘટે ગરવે કરી, અલબેલાજી દરિદ્ર દશા સુરૂપ હરે અલબેલાજી બહુ તપ વિણસે ક્રોધ જ ધરે...
અલબેલાજી ૫ રજલેપ વિનાસે દેહને અલબેલાજી તેમ વિરહ નસાડે સ્નેહને, અલબેલાજી જગ દાન થકી કીર્તિ રહે અલબેલાજી ગુણિ વિનય કરતા ગુણ લહે..
અલબેલાજી ૬ શશિ દર્શને સાયર સધે અલબેલાજી ઉદ્યમ કરતાં લક્ષ્મી વધે, અલબેલાજી લજજા રહે આચારથી અલબેલાજી નર રાગ વધુ શણગારથી..
અલબેલાજી ૭ હવે ધાન્ય યથા વૃષ્ટિ થકી અલબેલાજી તેમ પ્રેમ વધે દષ્ટિ થકી, અલબેલાજી આ દીન વચન નારી વદે અલબેલાજી નવિ ભેદે કેમ તુમચે હદે..
અલબેલાજી ૮ નિશિ ચાર પહોર વાટી જળે અલબેલાજી પણ લોક કહે દીવો બળે, અલબેલાજી શુભવીર ધીર મુનિ તો પડે અલબેલાજી જો પાવઈને પાનો ચડે...
અલબેલાજી ૯
૩૬૨
સઝાય સરિતા