________________
ચોમાસું અને ચિત્રશાળી રે પ્રીતમ, તુમ ભાગ્યે મળી લટકાળી રે, પ્રીતમ) રસ પ્રેમ હીંડોળે હીંચો રે પ્રીતમ૦ તરૂણી તનુ વેલડી સીંચો રે... પ્રીતમ૫ ધરી પ્રેમ પીતાંબર પહેરો રે પ્રીતમ0 રસદીપક બોલો દોહરો રે, પ્રીતમ) મુજ બાંહી ગ્રહીને લીજે રે પ્રીતમ કરી પ્રેમને અંતર ન કીજે રે...
પ્રીતમ૦ ૬ પ્રેમ પૂરણ શો દીલ ગાંઠો રે પ્રીતમ, જોઈ લેજો શેલડી સાંઠો રે, પ્રીતમ) રજની ગઈ સૂની સજારે પ્રીતમ આવડી ક્યાં શીખ્યા લજજારે...
પ્રીતમ) ૭ અભિમાને ચઢ્યા છો બળીયારે પ્રીતમ, રામારસે કોણ નવી ચળીયારે
પ્રીતમ ઈદ્રાદિક જે લોકપાળારે પ્રીતમ, સબળા અબળા ઓશીઆળા રે...
- પ્રીતમ૦ ૮ રહી બોલી બે કર જોડીરે પ્રીતમ) કહે કોશ્યા મુંહ મચકોડીરે, પ્રીતમ શુભવીર વચન મુનિ બોલે રે પ્રીતમ૦ રૂષિ રામા પટંતર ખોલે રે...
પ્રીતમ૦ ૯ ઢાળ ૧૦ રમણી શું રંગ રસે રમતાં સાધુનું સંયમ જાય, રંગીલી !, રમો મારગડો મેલીને. પ્રેમદા પરિહરવી મુનિવરને એકાંતે કહે જિનરાય રંગીલી, રમો....૧ જેમ ગુણ જાએ કસ્તુરીનો જો દીજે હિંગનો વાસ રંગીલી; કપુર તણો ગુણ જેમ ગળે ધરીએ જો લસણની પાસ રંગીલી, રમો.... ૨ વર પંડિત મૂરકને સંગે વાયસ ટોળામાં હંસ રંગીલી; પાપીસ્ટ અનાચારી સંગે ધર્મીષ્ટપણું કુળવંશ રંગીલી, રમો.... ૩ અલછ વયે રસોઈ તણો જાંબુ સંગે જેમ દ્રાક્ષ રંગીલી; ગળી પાસે ઉજજવલ વર્ણ ઘટે ચોરી અંગે ગુણ લાખ રંગીલી,રમો.... ૪ તેમ માનિની સંગે મુનિવરા સ્યુલિભદ્ર કહે સુણનાર રંગીલી ક્ષણમાત્ર મહીલાશું હાલે હોય દુર્ગતિ દુઃખ દાતાર રંગીલી, રમો.... ૫ તું વ્યાકુલ થઈ વિરહણી મેં વશ કીધો છે કામ રંગીલી; શુભવીર વચનની ચાતુરી કોણ્યા વેશ્યા કહે તામ રંગીલી, રમો.... ૬
// સક્ઝાય સરિતા
૩૬૧