________________
કોઈ દિવસ તમને અણગમતું, કારજ કોઈ ન કરશું... રસભર રમીયેજી) ૨
સ્થૂલિભદ્ર કહે કોશ્યાને, તથ્ય પધ્ય મિત વાણીજી પાણી વિના શી પાળ કરે છે ભોજન વિણ શી ઉજાણી...
રસભર રમીયેળ૦ ૩ ઉઠ હાથ તું અળગી રહીને, દીલ ચાહે તે કરજે નાટક નવ નવ રંગે કરજે, વલી શણગારને ધરજે... રસભર રમીયેજી ૪ ષડુ રસ ભોજન તુમ ઘેર વહોરી સંયમ અર્થે ખાશુંજી એમ પરઠીને રહ્યા ચોમાસું કોશ્યા કરે હવે હાંસુ... રસભર રમીયેજી ૫ વિણ પૂછ્યા સંયમ આચરીઓ પણ તે વ્રત નવી પળિઓજી તો અમ ઘેર આવ્યા છો પાછા તુમ વ્રત અમને ફળીઓ...
રસભર રમીયેજી ૬ બાર વરસ પ્રેમે વિલક્ષ્યા પણ એવડો અંતર ન દાખ્યો; યોગારંભ તજી મુજ સાથે રંગ હતો તે રાખ્યો... રસભર રમીયેજી૦ ૭ નિર્લોભી નિર્મોહીપણાશું સુણ કોશ્યા અમે રહીશુંજી; યોગવશે શુભવીર જિનેશ્વર આણા મસ્તક વહીશું. રસભર રમીયેજી ૮
ઢાળ ૯ મેં જોગ તુમારો જામ્યો રે પ્રીતમ૦ પાતળીયા; શી કરવી તાણીતાણો રે પ્રીતમ પાતળીયા; તે જગતણું ફળ લેવે રે પ્રીતમ૦ જે જોગી જંગલ સેવે રે... પ્રીતમ૦ ૧ વેશ્યામંદિર તજી ભોગ રે, પ્રીતમ) પૂરવે કેણે સાધ્યો જોગી રે, પ્રીતમ આ ચિત્રશાળી મનમાની રે, પ્રીતમ) પંચબાણ તણી રાજધાની રે...
પ્રીતમ) ૨ જાતાં રઢ લાગશે તમને રે પ્રીતમ, જોગ મેલી મનાવશો અમને રે, પ્રીતમ) પડવાઈ કહી લોક ગાશે રે પ્રીતમ, ત્યારે જોગ તણાણો જાણે રે...
પ્રીતમ૦ ૩ તે માટે વચન મુજ માનો રે પ્રીતમ) હમણા જોગ છાંડો છાનો રે, પ્રીતમ રમો રંગભર તમે તજી આંટી રે પ્રીતમ૦ મને મોટી પ્રેમની ઘાંટી રે...
પ્રીતમ) ૪
૩૬૦
સઝાય સરિતા