________________
રસીયાશું હું રંગ રાતીજી મનો. પીયુ વીરહે ફાટે છાતીજી મનોહર આ ઉભી પાલવ ઝાલીશ મનોહું તમને અંતર હાલીજી... મનોહર૦ ૭ સ્થૂલિભદ્ર કહે હઠ મેલોજી મનો૦ નૃપ ભેટી આવીશ વહેલોજી... મનોહર તારા સમ જો કીહાં રાચુંજી મનો૦ શુભવીર વચન છે સાચુંજી... મનોહર૦ ૮
ઢાળ ૫ કરકોલ કરીને રે કે ચાલ્યા ગુણ ભરીયા; ધરી વિનય વિવેકે રે કે જઈ નૃપને મળીયા... ૧ ભૂપાલના મુખથી રે કે વાત સકળ નિસુણી, સંસાર સ્વરૂપને રે કે ચિતે શિર ધૂણી... ૨ મેં વાત ન જાણી રે કે વેશ્યા ઘેર રમતાં, આતમ ગુણ હણી રે કે ભૂલાં ભવ ભમતાં... ૩ કહે અવની સ્વામી રે કે શી ચિંતા કીજે, સકડાલની પાટે રે કે મંત્રીપણું લીજે.. ૪ સ્યુલિભદ્ર કહે તવ રે કે આલોચી આવું, આલોચ્ચે આગળ રે કે સુખ સંપદ પાવું... ૫ પ્રણામ કરીને રે કે અશોક વન જાવે, શમતત્ત્વ વિચારી રે કે લોચ કર્યો ભાવે... ૬ રતન કંબલનો રે કે તિહાં ઓઘો કીધો, જઈ રાજ્ય સભામાં રે કે ધર્મલાભ જ દીધો... ૭ આલોચ્યું રાજા રે કે મસ્તકમેં ઈહાં, મહાવ્રત ઉચ્ચરવા રે કે જઈશું ગુરૂ જીહાં... ૮ કોશ્યાઘર બુદ્ધ રે કે નૃપ જોવા ઉડ્યો, શબગંધ મુનિ સમ રે કે દેખી દિલ તુટ્યો... ૯
સ્થૂલિભદ્ર મુનીશ્વર રે કે પંથશીરે ચલીયા, સંભૂતિવિજયજી રે કે મારગમાં મલીયા... ૧૦ ગુરૂ પ્રણમી બોલે રે મુજ દીક્ષા દીજે, વદ સૂરિ સગાની રે તો અનુમતિ લીજે... ૧૧ સિરીયા ભાઈ કેરી રે તિહાં આણા માગી, આચારજ પાસે રે લીયે વ્રત વૈરાગી... ૧૨
સક્ઝાય સરિતા
૩૫૬