________________
ઢાળ ૩ કાલ ગયો નવી જાણીયો રે વેશ્યા વિલુદ્ધો તેહ, છેલ ન છોડીયા રે; વરરૂચિ બ્રાહ્મણને સંયોગે સકડાલ મંત્રી જે હ.. છેલ૦ ૧ નંદ નરેશ્વર કોપીયો રે મંત્રી મરણ લહે તામ છેલ૦ રાયે સિરિયાને તેડાવીયો રે દીએ મંત્રીપદ કામ... છેલ૦ ૨ મુજ બાંધવ વેશ્યા ઘરેરે રંગે રમે એક ચિત્ત છેલ૦ માંસ નખે જલ માછલી રે તાસ સરીખી પ્રીત... છેલ૦ ૩ મંત્રીપણું દીઓ તેહનેરે તેડાવી મહારાજ છે લ૦ નંદ કહે સિરિયા પ્રત્યેરે આણ તું એણે ઠાય... છેલ૦ ૪. શીખ લહી નર રાયનીચે પહોતો સિરિયો ત્યાંહી છે લ૦ બાંધવને પ્રણમી કહેરે તેડે નરીંદ ઉછાંહી... છેલ૦ ૫ સાંભળી કોશ્યાને કહેરે જઈ આવું એકવાર છેલ૦ હવે વળતું વેશ્યા કહેવે સુણ શુભવીર કુમાર... છેલ૦ ૬
ઢાળ ૪ કોણ્યા વેશ્યા કહે રાગીજી મનોહર મન ગમતા... ૧ કહી જાશો પીયુ સોભાગીજી મનોહર મન ગમતા. નહિ જાવા દઉં નિરધારજી, મનો. આપણે શો નૃપ દરબારજી... મનોહર૦ ૧ કરતી ચતુરાઈ ચિત્ત ચાળોજી, મનો૦ જાઓ મુજને દેજો ગાળોજી... મનોહર૦ એવડી શી કરવી આળોજ મનોએહ પુરૂષને પાછો વાળોજી...
મનોહર૦ ૨ પ્રીતમ પ્યારા તુમ ટાળીજી મનો... નહીં કોઈની હું ઓશીઆળીજી... મનોહર આવશે જો અવની ઈશજી મનો તેહને પણ ઉત્તર દઈશજી... મનોહર૦ ૩ એમ કરતાં જો તમે હિંડોજી મનોવ તો મુજને સાથે તેડોજી... મનોહર૦ નવિ ઇંડુ તુમચો કેડો મનો. પૂરવ પ્રીતે રસ રેડો... મનોહર૦ ૪ વન ચરતાં અમૃત ફલ દીઠુંજી મનોચાખતાં લાગ્યું મીઠુંજી... મનોહર૦ કોઈ દેખણ તીહાં રઢ માડેજી મનો. પણ તે કરથી નવી છાડેજી...મનોહર૦ ૫ તેમ તુમસમ હીરો પાયોજી મનો૦ લાછલ દેવીનો જાયોજી... મનોહર૦ તમે મોહનીમંત્રને સાધ્યોછ મનો૦ તુમશું મુજ પ્રેમ ને વાધ્યોજી...મનોહર૦ ૬
સઝાય સરિતા
૩૫૫