________________
કોણ્યા દેખી રે થંભે શુભ શણગાર શરીર અચંભે... પાટલી
ઢાળ ૨ વારવધૂ સોહામણી રૂપ રંગે સારી; સકલ સ્વરૂપ નિહાલતાં સુરસુંદરી હારી... ૧ શરદ પુનમનો ચંદ્રમાં મુખ દેખી હરાવે અધર અરૂણ પરવાલની પણ ઉપમા ન આવે... ૨ દંત ઇસ્યા દાઢમ કલી કુલ વયણે ખરતાં; નાસા ઉપમ ન સંભવે શુક ચંચુક ધરતાં... ૩ લોચનથી મૃગ લાયો શશી મંડલ બેઠો; સુંદર વેણી વિલોકીને ફણિધર ભૂમિ પેઠો... ૪ પાણી ચરણને જોઈને જલ પંકજ વસીયાં; કલશ ઉરોજને દેખીને લવણોદધિ ધસીયા... ૫ લંક કટીતટ કે શરી ગિરિકંદર નાસી; મોહનીમંત્રવશે ઘડી ધાતે ઈહાં વાસી.. ૬ દંત તણો ચૂડો ધર્યો હૈયે મોતીનો હાર; કું જરની ગતિ ચાલતી ત્રણ રત્નજ હાર... ૭ ખેદ ભરાણા હાથીઆ નાખે શિર છાર; અબલા તે સબલા થઈ અમને ધિક્કાર... ૮ કંચુક કસબી કોરનો હાથે સોનાનો ચુડો; મોહનગારી પ્રેમમાં રસ વાધ્યો છે રૂડો... ૯ ચીર તિલક વાળી સજી સોળે શણગાર;
સ્થૂલિભદ્ર તે દેખતાં મોહ્યા તેણી વાર... ૧૦ તેહવે તે હરિણાક્ષીએ આલિંગ્યો ધરી નેહ, પીનપયોધર બાગમાં ભૂલો પડ્યો તેહ... ૧૧ નિત્ય નવલી ક્રીડા કરે નિત્ય નવલા ભોગ; સરસ ભોજન અમૃત સમા આરોગે સુરભોગ... ૧૨ પંચ વિષય સુખ લીલમાં બાર વરસ નિગમીયાં; સાઢીબાર ધન કોડીશું શુભ રંગે રમીયાં... ૧૩
૩૫૪
સક્ઝાય સરિતા