________________
તલાવડી એક જલની આવી બાલ મુનિને મન બહુ ભાવી પાત્રતણી નૌકા ખેલાવી ગુરૂને દેખી લજા આવી અણઘટતું મેં કારજ કીધું પામ્યા ક્ષોભ અપાર... વંદો૦ ૪ સમવસરણમાં પ્રભુજી સામે ઈરિયાવહી પડિકકમી પ્રમાણે ચાર કર્મની ગતિ વિરામે કેવલજ્ઞાન તિહાં મુનિ પામે દેવ દેવી સહુ ઉત્સવ કરતા વન્ય જય જયકાર... વંદો૦ ૫ ક્ષણમાં સઘળાં કર્મો ખપાવ્યા એવા અઈમુત્તા મુનિરાયા ભવ્ય જીવોને બોધ પમાડી અંતે મુક્તિપુરી સિધાવ્યા જ્ઞાનવિમલ એ મુનિને વંદે થાયે બેડો પાર... વંદો
૩. અઢાર નાતારાંની સઝાયો (૧) મથુરા નગરી રે, કુબેરસેના ગણિકા વસે; મન હરણી રે, તરૂણી ગુણથી ઉલસે, તિણે જાય રે, યુગલ ઈક સુત ને સુતા;
નામ દીધો રે, કુબેરદત્ત કુબેરદત્તા. ૧ ઉથલો : મુદ્રાલંકૃત વસ્ત્ર વિંટી, યુગલ પેટીમાં ઠવ્યો;
એક રાત્રિમાંહિ નદી પ્રવાહ, જમુનાનાં જળમાં વહ્યો; સૌરિયપુર પ્રભાત શેઠે, સંગ્રહી વહેંચી કરી;
એક પુત્ર ને પુત્રીય બીજો, રાખતાં હરખે ધરી. ૨ ચાલ : બિહં શેઠે રે, ઓચ્છવ કીધો અતિ ઘણો;
કર્મ યોગે રે, કરીયો વિવાહ બિહું તણો; સારી પાસા રે, રમતાં બિહું મુદ્રા મિલી;
નિજ બંધવ રે, જાણીને થઈ આકળી. ૩ ઉથલો : આકુળી થઈ તવ ભગિની, વિષય વિરતા થઈ,
સાધ્વી પાસે ગ્રહી સંયમ, અવધિ નાણી સા થઈ; વ્યવસાય કાજે કુબેરદત્ત હવે, અનુક્રમે મથુરા ગયો; વળી કર્મ યોગે વિષય ભોગે, વિલસતાં અંગજ થયો. ૪ : નિજ બંધવ રે, પ્રતિબોધનને સાહુણી; વેશ્યા ઘર રે, આવીને સા સાહુણી;
ચાલ
સઝાય સરિતા