________________
ધર્મશાળા રે, પારણાની પાસે રહી;
હુલરાવે રે બાળકને સા ઈમ કહી. ૫ ઉથલો : ઈમ કહી પુત્ર-ભત્રીજ-બંધવ-દેવર-કાકો-પોતરો;
ઈમ નાતરા પટ તુજ સાથે, રૂદન કરતી ઉચ્ચર્યો. પતિ-પિતા-બંધવ-જેઠ-સસરો, પિતરીયો ઈણી પેરે કહી;
કુબેરદત્ત શું સાધવી પ, નાતરા ઈણી પેરે લહી. ૬ ચાલ : ભોજાઈ રે, શોકય માતા સાસુ વહુ; .
વડી આઈ રે, ઈણી પરે પટ સગપણ લહ; તવ ભાખે રે, સાધ્વીને વેશ્યા ઈછ્યું;
અસમંજસ રે, શું ભાખે છે એ કિડ્યું. ૭ ઉથલો : કિશ્ય ભાખે લાજ ન રાખે, સાધ્વી વેશ્યાને કહે;
મંજૂષ માંહિ ઠવીય મેલ્યા તેહ વીતક સબ કહે; ઈમ સુણીય ગણિકા લીયે સંયમ, પાર પામી ભવ તણો; સાધ્વી ઈમ ઉપદેશ દીધો, કરી ઉપકાર અતિ ઘણો. ૮ : સુણ પ્રભવા રે, ઈણીપરે સહુ સંસારમે; સંબંધે રે, એમ સગપણ સંસારમેં; એક્કેકે રે, સગપણ દશ અડ ઈમ કહ્યા;
ચિહું જણના રે, ગણતાં ઈમ બહોતેર થયા. ૯ ઉથલો : થયા બહોતેર ઈમ પડુત્તર, કહે જંબૂ કુમાર એ;
સંસાર વિષય વિકાર વિરૂઆ, દુઃખના ભંડાર એ; તેહ સુણી સંયમ ગ્રહે પ્રભવો, સુખ તેણી પેરે ઉલ્લસે; કવિરાજ ધીરવિમલ સેવક, નયવિમલ ઈમ ઉપદિશે. ૧૦
| (શ્રીજંબુસ્વામી રાસ ઉદ્ધત) | ૪. અઢાર નાતારાંની સજઝાય (૨) (ઢાળ-૩)
ઢાળ ૧ પહેલાં તે સમરું પાસ પંચાસરો રે, સમરી સરસતી માય; નિજ ગુરૂ કેરા રે ચરણ નમી કરી રે, રચશું રંગે સજઝાય. ૧
ચાલ
સઝાય સરિતા