SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ફોગટ શાને ફંદ કરે છે, લાગે ન હવે તાનો રે... જિણે મુનિવરે ત્રેવડી કોશ્યાને, એ તો પગની મોજડી તોલે રે; તેહને અમારી વંદના હોજો, ઉદયરત્ન એમ બોલે રે... ઢાળ ૭ સાંભળી તારા વયણાં રે, થઈ હું ઘેલી રે; મને સાલે હૈડા માંહી રે, પ્રીતડી પહેલી રે... ૬ ઢાળ ૮ મે પરણી સંજમનારી રે તુને વિસારી રે; તારા માથાની મળી તેહ કામણગારી રે, તુજને વિસારી રે... તેણે મુજને આકર્ષી લીધો એક પલક ન મેલે પાસો રે; ઉઠ હાથ તુજ અળગી રાખે ન આપે વારો વારો રે... તુંહી નજરમેળ મળવા તિણે મારું મનડું ઉલાળી લીધું રે; તે આગળ શો જોર છે તારો બેસી રહો મન વાળી રે... ચિહું પાસે ચોકી છે તેહની હાથે છે તાળું ને કુંચી રે; ઘરમાં પગ ન પડે તારો જો થાએ ઉંચી નીચી રે... મુહપત્તિ માળાને વળી ઓઘો અનિશ રહે મુજ તીરે રે; સજ્ઝાય સરિતા ७ થઈ ૧ થઈ ૨ થઈ ૩ થઈ ૪ બાર વરસની પ્રીત જે બાંધી, વ્હાલા આપના બોલ જે બોલ્યા રે; કોલ કર્યો જે જમણે હાથે, વ્હાલા તે કેમ જાયે મેલ્યા રે... એક ઘડી પણ અળગા રહેતા, મનમાં મહાદુ:ખ થાતું રે; આંખડીએ આસુડાં ખરતા ખોલી જુવે તે ખાતું રે... એક દિવસે મેં રીસ કરીને, તુજ શું કીધ માની રે; બાંહ્ય ઝાલી મનાવી મુજને, તે વેળા કિહાં નાઠી રે... પહેલે રાગ ધરી તેં મુજને, મેરૂને માથે ચઢાવી રે; મૂળમાંથી તરછોડતા તુજને, મનમાં મહેર ન આવી રે... નાગર સહિ તે નિર્દય હોવે મુખથી બોલે મીઠું રે; કાળજા માંહેથી કપટ ન છડે તે મેં પ્રત્યક્ષ દીઠું રે... એવા ઓળંભા કાને સુણીને મુનિવર મન ન આપ્યું રે; ઉદયરત્ન કહે ધન્ય લાછિલકે જિણે એવો દિકરો જાયો રે... થઈ પ થઈ ૬ થઈ ૭ ૧ તુજને૦ ૨ તુજને૦ ૩ તુજને૦ ૪ ૩૫૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy