SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ એ ત્રણે ચોકી છે તેમની તુજને તે તો કેમ ધીરે રે... તુજને. ૫ પાંચની સાખે તે છે પરણી તું તો છે મનની માની રે; આખર તારો અમલ ન પહોંચે તે માટે રહે છાની રે... તુજને૦ ૬ સહેજે તુજ શું વાત કરું તો ચડશે તેહને ચટકો રે; તલવારની ધારા પર રાખે પણ લાખિણો લટકો રે... તુજને૦ ૭ જોર ચોરના કિહાં લગે પહોચે જિહાં લગે ધણી નવિ જાગે રે; ધણી જ્યારે જાણીને જુએ ત્યારે ચોર સહુ મારગ લાગે રે... તુજને. ૮ એવાં વયણ સુણી મુનિવરનાં કોશ્યા સમકિત પામી રે; બે કર જોડી વદે તેહને ઉદયરત્ન શિર નામી રે.. તુજને ૯ ઢાળ ૯ પામી તે પ્રતિબોધ ચોથું રે ચોથું રે વ્રત વળી ચોથું ચોખું ઉચ્ચરી રે; સમકિત મૂળ વ્રત બાર કોશ્યા રે કોશ્યા રે મુનિવર વચને આદર્યા રે.... ૧ ધન્ય લાછિલદે માતા ધન્ય રે ધન્ય રે તારા શકપાળ તાતને રે; ધન્ય ધન્ય ગૌતમ ગોત્ર ધન્ય રે ધન્ય રે નિર્મળ નાગર ન્યાતને રે... ૨ ધન્ય ધન્ય જક્ષાદિ સાતે બેનડી રે વળી રે ધન્ય ધન સરિયા ભ્રાતને રે; ધાર્ય પણાને ધન્ય ધન્ય જગમાં રે ધન્ય ધન્ય તુજ અવદાતને રે.... ૩ સંભૂતિ વિજય ગુરૂ ધન્ય જે થયો ધન્ય જે થયો ધર્માચાર જ તાહરી રે; ધન્ય ધન્ય ચિત્ર શાળી જોતા રે જોતા રે ધન્ય ધન્ય જન્મારો માહરો રે... ૪ જે પામી હું તુજસ્ડ પ્રીતિ જો જો રે, જો જો રે મુઝમુઝા ઉગરી રે; બાંહી ઝાલ્યા માટે મુજને રે વાહલા તે નિર્મલ કરી રે... ૫ કોણ્યા શું દેઈ શીખ મુનિવર રે મુનિવર રે વિહાર કરે તિહાંથી હવે રે; પહોત્યા સદ્ગુરૂ પાસ દુષ્કર રે દુષ્કર રે ફરી ફરી ગુરૂ મુખથી ચવે રે... નામ રાખ્યું જગમાંહી જેણે રે જેણે રે ચોરાસી ચોવિશી લગે રે; ધન ધન તે નરનારી મનથી રે મથી રે વિષય થકી જે ઉભગે રે.. ૭ સત્તરસે ઓગણસાઠ મૃગશીર રે મૃગશીર રે સુદી મૌન એકાદશી રે; શીલ તણા ગુણ એહ ગાયા રે ગાયા રે મેં ઉઝા ઉનાવા ઉલ્લસી રે... ૮ શ્રી સ્યુલીભદ્ર ઋષિરાય ગાતાં રે ગાતાં રે મુહ માગ્યા પાસા ઢળ્યા રે; ઉદયરત્ન કહે એમ મનના રે મનના રે મનોરથ સહુ વેગે ફળ્યા રે... ૯ સક્ઝાય સરિતા US ૩૫૨
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy