SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ એવા વચન સુણી કોશ્યાના, સ્થૂલિભદ્ર કહે સુણ બાળા રે; ના ના ના ના હવે નહિ ચૂકું, દેખી તારા ચાળા રે. મેલોને૦ ૬ ઉદયરત્ન કહે તે મુનિવરનાં, પ્રેમે પ્રણમું પાયા રે; મનથી જેણે ઉતારી મેલી, બાર વર્ષની માયા રે. મેલોને૦ ૭ ઢાળ પ માંડ્યો નાટારંભ મહારંગ વરસે રે, મેહશું માંડ્યો વાદ; જાનની તરસે રે; ગગન મંડળમાં ઉડો ગાજે, મહેલમાં માદલ ગુંજે રે; મહા૦ ૨ ચિત્રશાળામાં વીણા વાજે, મોર લવે ગિરિકુંજે રે; મહારંગ વરસે રે૦ ૧ પિયુ પિયુ પિયુ પિયુ ચાતક બોલે, વાલા ટુટુહુ કોયલ ટહુકે રે; ઘુઘરીનાં ઘમકારામાં, તાથેઈ તાન ન ચૂકે રે. ઝળહળ કાને ઝાલ ઝબુકે, તે તો જલબાળા ને જીવે રે; પાનીએ લાલ મમેલો જીત્યો, હરિઅ સાલુ અતિ દીપે રે... ઉઠ ક્રોડ રોમાં ઉછળીયા, એ તો જાલમ કીશો જોશ રે; જલમાંહિ કમલ રહે જિમ કોરૂં, તિમ સ્થલિભદ્ર રહ્યા કોરા રે; મહા૦ ૪ લળી લળી ફુદડી લેતી જુવે, તે તો આડી નજરે રહે રે; ઉદયરત્ન કહે ધન્ય મુનિવર, ન જુએ પાછું ફેરી રે... મહા૦ ૩ ૩૫૦ મહા૦ ૫ ઢાળ ૬ તું શાને કરે છે ચાળા રે, હું નહિ ચૂકું રે; મને વ્હાલી લાગે છે માળા રે, ધ્યાન ન મૂકું રે, હું નહિ ચૂકું રે... શીલ સાથે મેં કીધી સગાઈ, મેં તો મેલી બીજી માયા રે; જાલીમ મયણને જેર કરીને, જીત નિશાન બજાયા રે... વજ્ર કછોટો વાળ્યો મેં સૂધો, તારો છોડ્યો નવિ છૂટે રે; જો મંજારી ઘણું અકળાયે, તોયે તરાપે શીકું ન તુટે રે... શશિહર જો અંગારા વરસે, અને જો સમુદ્ર મર્યાદા મૂકે રે, પવને જો નકાચળ ડોલે, નક્ષત્ર મારગ ચૂકે રે... તોપણ હું તારે વશ ના'વું, તું સુંદરી ! માનજે સાચું રે; રાઈનો પહાડ વહી ગયો રાતે, હવે નતી મન કાચું રે... સો બાળક જો સામટા રૂવે, તો પાવઈ ન ચઢે પાનો રે; સજ્ઝાય સરિતા ૧ ૨ ૩ ૪ ૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy