SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ ૩. મારા મન માંહિ લાગે મીઠો, દહાડો આજનો; હું પામી પુણ્ય સંજોગ રે, જોગ મને મોલુનો; પ્રાણ નાથના પગલા થાતે, અમારું આંગણું નાચવા લાગ્યું રે, હૈડામાંહિ હરખ ન સમાએ, વખત અંબર જઈ વાગ્યું રે... દહાડો૦ ૧ કુળ દેવીએ કરૂણા કીધી, લાલા ! મોતીડે મેહ વૃઠયા રે; આજ મારે આંગણે આંબો મોર્યો, પુણ્ય પૂરવજ ગુઠા રે... દહાડો૦ ૨ મંદિર હસીને સામું આવે, વાલા ! આ સાચું કે સુહણું રે; આજ મારે ઘેર ગંગા આવી, સુખ નહિ કાંઈ ઉણું રે... દહાડો૦ ૩ એક ઘડીની અવધિ કરીને, વાલા ! ચાલ્યા ચિત્તડું ચોરી રે; વળતી મુજને વિસારી તે, કુણ મનાવે ગોરી રે... દહાડો૦ ૪ ઉબરે આવી શું ઉભા છો, મારૂં મંદિર પાવન કીજે રે; દાસી તુમારી અરજ કરે છે, મુજરો માનીને લીજે રે... દહાડો૦ ૫ ઉઠ હાથ અળગી સંચરજે, પછી જે જાણે તે કરજે રે; ધપમપ માદલ ને ધૌકારી, ફુદડીની પેરે ફરજે રે... દહાડો૦ ૬ ઈમ પરઠીને રહ્યા ચોમાસું, ઉદયરત્ન ઈમ ભાખે રે; તેહને અમારી વંદના હોજો, મનડું દઢ રાખે રે... દહાડો૦ ૭ ઢાળ ૪ મેં જોગ તમારો જાગ્યો રે, મેલો ને આંટો રે; મન ખટકે કાલજા માંહિ રે, પ્રેમનો કાંટો રે, મેલોને આંટો રે. મેલોને. ૧ જોગી હોય તે જંગલ સેવે, વાલા ! તો રહે જોગનું પ્રાણી રે; અમ ઘર આવી જોગ જાળવશો, જોગની મુદ્રા જાણી રે. મેલોને ૨ ઠીક ઠમક પાય વિછુઆ ઠમકે, વાલા ! રૂમઝુમ ઘુઘરી વાજે રે; ઝાંજરડાના ઝમકારામાં, વ્રત સઘળાં ઈમ ભાંજે રે. મેલોને૦ ૩ એક ચોમાસું ને ચિત્રશાલા, ત્રીજો મેહુલો ટપટપચ્ચે એ; આંખલડીના ઉલાળામાં, મુનિ પણ સામું ન જુવે રે. મેલોને ૪ ધપમપ માદલને ધીંકારે, થેઈ થેઈ નાટક ઈદે રે; મુખના મરકલડામાં, કહો કુણ ન પડે કંદે રે. મેલોને. ૫ // સક્ઝાય સરિતા ૩૪૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy