________________
તુજ થકી ઘડી એક, અળગી નહિ રહું રે; નંદરાય જો આવશે પોતે, વા'લા મારા તેને ઉત્તર દેશું રે; મીઠડા મારા ! જે તે ફરમાવશે, તે માથે ચઢાવી લેશું રે.
જાવા નહિં દઉં રે... ૧ પાટલીપુરની શેરીએ ભમતાં, રતન અમુલક લાધ્યું રે; જાણ પુરૂષ મેં તેહિજ દીઠો, તુજ હ્યું મનડું બાંધ્યું રે...
જાવા નહિં દઉં રે... ૨
સહેજે તારે દુઃખ પડે, વહાલા હું લોહી રેડું રે; પ્રાણ જીવન ! પાછું વાળો, શ્રી નંદરાયનું તેડું રે...
જાવા નહિં દઉં રે... ૩ અંતે કરી ખંધું ખમણું, પણ નહિં મેલું છેડો રે; ઈમ કરતાં જો પિયુ ! તમે ચાલો તો મુજ સાથે તેડો રે.
જાવા નહિં દઉં રે... ૪ કોલ કરી સ્યુલિભદ્ર તિહાંથી, આવ્યા મન આણંદે રે; ભૂપતિ ભેટી સંયમ લીધું, ઉદયરત્ન પાય વંદે રે...
જાવા નહિં દઉ રે... ૫
ઢાળ ૨ આવ્યો અષાઢ માસ ના'વ્યો ધૂતારો રે મુને ડંખ્યો વિરહ ભુજંગ કોઈ ઉતારો રે. વિજોગ તણું વિષ વ્યાપીયું સઘળે રે, મારી ફુલ સમી દેહડી દાધી રે. સડાળના સુત પાખે, બીજો નહિં કોઈ મંત્રનો વાદી રે. એહના ઝેરની ગતિ અનેરી, માને નહિ મંત્રને મોરો રે; એક વાતનો અંત ન આવ્યો, દુઃખ પણ આપે દોહરો રે..
નાવ્યો રે ઝરમર ઝરમર મેહલો વરશે, ખલહલ વ્યાકુલા વાજે રે; બપૈયડો પિયુ પિયુ પોકારે, તિમ તિમ દિલડું દાઝે રે...
નાવ્યો ૩ વૈરીની પરે એ વરસાલો, મુજ આવી લાગ્યો આડો રે; તન મન તલપાપડ થયું મળવા, મને કોઈ પિયુડો દેખાડો રે..
નાવ્યો ૪ ઈણ અવસર શ્રી ગુરૂ આદેશે, સ્યુલિભદ્ર ચોમાસું આવ્યા રે; ઉદયરત્ન કહે કોશ્યા રંગે, મોતીયે વધાવ્યા રે.
ના'વ્યો છે
નાવ્યો
૩૪૮
સઝાય સરિતા