SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ સુપનાની સુખલડી ભૂખ ભાંગે નહિ જો. ૩ ના કહેશો તો નાટક કરશું આજ જો, બાર વરસની માયા છે મુનિરાજ જો; તે છોડી કેમ જાઉં હું આશા ભરી . ૪ આશા ભરીયો ચેતન કાળ અનાદિ જો, ભૂલ્યો ધર્મને હીણ થયો પ્રમાદિ જો; ન જાણી મેં સુખની કરણી જોગની જો. ૫ જોગી તો જંગલમાં વાસો વસીયા જો, વેશ્યાને મંદિરિયે ભોજન રસિયાજો; તુમને દીઠાં એવા સંયમ સાધતા જો. ૬ સાધશું સંયમ ઈચ્છા રોધ વિચારી જો. કૂમપુત્ર નાણી થયાં ઘરબારી જો; પાણીમાંહે પંકજ કોરૂં જાણીએ જો. ૭ જાણીએ તો સઘળી તમારી વાત જો,મેવા મીઠાઈ રસવંતા બહુ જાત જો; અંબર ભૂષણ નવ નવલી ભાતે લાવતાં જો. ૮ લાવતાં તો તું દેતી આદરમાન જો, કાયા જાણું રંગ પતંગ સમાન જો; ઠાલી તે શી કરવી એવી પ્રીતડી જે. ૯ પ્રીતલડી કરતા તે રંગભર સેજ જો, રમતાને દેખાડતા ઘણું હેજ જો; રીસાણી મનાવી મુજને સાંભરે જજે. ૧૦ સાંભરે તો મુનિવર મનડું વાળે જો, ઢાંક્યો અગ્નિ ઉઘાડ્યો પરજાળે છે; સંયમમાંહિ એ છે દૂષણ મોટકું જો. ૧૧ મોટકું આવ્યું તું રાજા નન્દનું તેડું જો, જાતાં ન વહે કાંઈ તમારું મનડું જો; મેં તુમને તિહાં કોલ કરીને મોકલ્યા જો. ૧૨ મોકલ્યા તો મારગ માંહિ મળીયા જો, સંભૂતિ આચારજ જ્ઞાને બળીયા જે; સંયમ દીધું સમકિત તેણે શિખવ્યું જો. ૧૩ શિખવ્યું તો કહી દેખાડો અમને જો, ધર્મ કરતા પૂણ્ય વડેરૂં તમને જો; સમતાને ઘેર આવી કોશ્યા એમ વદે જો. ૧૪ વદ મુનીશ્વર શંકાનો પરિહાર જો, સમક્તિ મૂળે શ્રાવકનાં વ્રત બાર જો; પ્રાણાતિપાતાદિક યૂલિથી ઉચ્ચરે જો. ૧૫ ઉચ્ચરે તો વીત્યું છે ચોમાસું જો, આણા લઈને આવ્યા ગુરુની પાસે જો; / સઝાય સરિતા ૩૩૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy