SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતનાણી કહેવાણા ચૌદેપૂર્વી જો. ૧૬ પૂર્વી થઈને તાર્યા પ્રાણી થોક જો, ઉજ્વલ ધ્યાને તેહ ગયા દેવલોક જો; ઋષભ કહે નિત્ય કરીએ તેહને વંદના જો. ૧૭ [X] ૧૯૦. સ્થૂલભદ્રજી અને કોશ્યાની સજ્ઝાયો (૭) વેશ જોઈને સ્વામી આપનો, લાગી મારા તનડામાં લ્હાયજી; અણધાર્યું સ્વામી આ શું કર્યું, લાજે સુંદર કાયાજી, કોણે રે ધૂતારે તમને ભોળવ્યા. ૧ આવી ખબર જો હોત તો, જાવા દેત નહીં નાથજી; છેતરી છેહ દીધો મને, પણ બોધ સુણી સુગુરુતણો, માતા પિતા પરિવાર સહુ, નહીં છોડું હું સાથજી, કોણે૦ ૨ લીધો. સંજમ જુઠો આળ પંપાળજી, ભાર; નથી રે ધૂતારે મને ભોળવ્યો. ૩ એવું જાણી કોશ્યા સુંદરી, ધર્યો સાધુનો વેષજી; આવ્યો ગુરુની આજ્ઞા લહી, દેવા તને ઉપદેશજી; નથી૦ ૪ કાલ સવારે ભેગા રહી, લીધાં સુખ અપારજી; તે બોધ દેવા મને આવીયા, જોગ ધરી આ વારજી; જોગ રે સ્વામી અહીં નહીં રહે. ૫ કપટ કરી મને છોડવા, આવ્યા તમે નિરધારજી; પણ કદી નહીં છોડું હું નાથજી, નથી નારી ગમારજી, જોગ૦ ૬ છોડ્યા માત પિતા વળી, છોડ્યા સહુ પરિવારજી; ઋદ્ધિ સિદ્ધિ મેં તજી દીધી, જાણી સઘળું અસારજી, છેટી રહીને કર વાત તું. ૭ જોગ ધર્યો મેં સાધુનો, છોડ્યો સઘળાનો પ્યારજી; માત સમાન તને ગણું, સત્ય કહું નિરધારજી. છેટી ૮ બાર વરસની પ્રીતડી, પલમાં તૂટી ન જાયજી; પસ્તાવો પાછળથી થશે, કહું લાગીને પાયજી, જોગ૦ ૯ ૩૪૦ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy