________________
૩૩૪
રથ-પાયક-હય ગય કુટુંબ સરિસ જલી થયું સવિ ઢગ્ગ એ સહુ દેસ લીધો જગ પ્રસીધો મિલી વૈરિ ભૂર એ હવે કિસ્સું થાસે મન વિમાસે એકાકી બહુ ઝૂરએ... ૧૦ હૈ હૈ દેવ ! કિસ્યું કીયો કવણ હૂઓ ઉતપાતોજી બેઠો તરૂતલે ચિંતવી દુ:ખે ગગે દિન-રાતોજી રાતેદિન દુ:ખે ગમે તર્તાખણ ખેચર તિહાં એક આવએ અતિ સુંદરે સહજે હૃદય હેજે કોમલ વચન બુલાવ એ... ૧૧ સુષ્ણિમિત્ત મોરા ચિત્ત ચોરા તીરથ જઈ આવું જિસે કનકપુર વર નયરમાંહિ દીઠું મહા અરિજ તિસે... ૧૨ આજ દિવસ તીન તે હુઆ રવિ અસ્ત નવિ થાયોજી શાંતિ પુષ્ટિક જન કરિ તિમ ઘણું નિશ્ચલ થાયોજી થાય નિશ્ચલ ઘણું દિનકર રાજ પરજ ભયંકરો સુણિ વચન ચમકયો હીએ ડમકયો હૂઓ સરાપ ખયંકરો જાઉ સતી શરણે નમું ચરણે ખામું અવગુણ નિજવલી દોય હાથ જોડું સરાપ વિછોડું જીવિત પાળું મનરૂલી... ૧૩ વેગે જઈ સતી પાય નમી ખામી કહે તતખેવોજી હું અપરાધી ગાઢો હૂઓ માત મયા કરો હેવોજી કરો માતા મયા મુજ ઉપરે સરાપ અનુગ્રહ કીજીએ સવે રોષ ટાલી ચિત્તવાળી તું સુખે વલી જીવીએ સતં સોઈ નિભણીએ દૂહવ્યું મધુરું ગિરિ જોઉ ઈસુ દંડ સુરે ખંડહ પીડીઓ અમૃત ઝરે... ૧૪ પુરજન મેલી ખેચર ભણે સુણ જયો બાલ ગોપાલોજી વચન પાપ મેં બાંધીઉ લીઓ મુજ તતકાલોજી ફલ્યો મુઝ તત્કાલ લોકો રાજઋદ્ધિ સહુ ખર્ચ ગયું સતી સરાપે શીલ પ્રતાપે સૂરિજ પુર્ણ થંભણ થયું સોહગ દેવી સતી કેરૂં ચરિત પુહવી પ્રસિદ્ધ કરી વળી પાય લાગી માન માગી તવ સતી કરૂણા કરી... ૧૫ રાજ રમણી સુખ સંપદા પામીસ અધિક જગીસોજી જાતું બંધવ નિજ પુરી તૂઠી દે... આસીસોજી
સજ્ઝાય સરિતા