________________
એક દિવસે રંગે રમેરામા માલીએ મોતી દડે કોઈ ખેચર ગયણે જાયતાં સા તેહ તણી દષ્ટિ પડી... ૫ દેખી રૂ૫ રામાતણો મોહિઓ ખેચર ભૂપોજી કામાતુર તિહાં આવીઓ દાખે આપ સરૂપોજી દાખે આપ સરૂપ ખગપતિ કરે લાલચે લખ ખણી એકવાર સામું જોઈએ સુંદરી મુઝ પ્રતિ બહુ ગુણ ખણી ઈમ સુણી તેહના વચન નેહના ચિત્તિ સાન વિચાલએ દઢ શીલ રાખે આપ સાખે ઉત્તર કિંપિ ન વાલ એ... ૬ તવ બોલે વળી પાપળી સુણ સુંદરી મુજ વાતો કામ ભુજંગ મુજ તનુ દસિયો વિષ ભેદી સવિ ધાતોજી સવિ ધાતુ ભેદી દેખે સુંદરી વચન મન્ન પ્રકાશમાં તું આવિ અંગે રમે રંગિ કરિં ન મુઝ વિષ નાહ એ અરે અધમ ખેચર વેગે સંચરે ભણે તવ સા ચંદ્રમુખી પરદાર લંપટે ખડે સંકટ હોઈસી નર કિં બહુદુ:ખી... ૭ કહે પંચ બાણ પ્રહારની વેયણ ઘણી મુજ હોજ પરિ રંભે સતું જ બલે કરી માનની મ કરે સંદે હજી મ કરે તું સંદેહ માનિની પાપવચને સા કંપ એ નવિ કેડે કંડે શીલ ખડે મન વિચારી જંપ અરે સતી શીલ વ્રત ભંગ કરવા જો તું કરીશ પરાણ એ તો રે તેણે પાપે સતી સરાપે જાઈશ ખય નિરવાણએ... ૮ દેશ નયર રાજ્ય તારો પુત્ર કલત્ર પરિવારો જાઓ પ્રલય મુજ વચનથી સતી ઈમ ભણે જિણવારોજી તેણિ વાર નિસુણી સતી ભાષિત ભણે ખેચર લજ્જા તજી અરે મૂઢ માનિનિ કપટ ગામિની સ્યુ કરું જે દિન હજી હવે મને ભાવું રાતે આવું હરિઆ જાઉ મંદિરે તુજ સાથે વિલસું રંગે મિલસું ભૂચરી તું સ્યુ કરે... ૯ મુજ વચને રવિનાથમે તું રાયણી કિમ થાય સતી કહિઓ મૂઢ અવગુણી સો નિજ નાયરે જાયોજી જાય સા નિજ નયર તતખિણ પઈવણં ઘર લગ્નએ
[ સક્ઝાય સરિતા
૩૩૩