________________
૧૮૩. સોહગદેવી સતીની સજઝાય પદ પંકજનમી જિનતણા સુર-નર ગણ વિશ્રામોજી સોહગ દેવી સતી ગુણ ભણું મન ધરી મુદયભિરામોજી અભિરામ મુદ નિજ મને આણી સુગુરૂ વાણી ચિત્ત ધરી કુલતણી દીવી સાર જીવી વિશદ શીલ અલંકરી ખેચર કુલ ખચકરી વચનિ, ગયણ સૂરિજ થંભીઓ તેહ તણો શીલ પ્રભાવ નિરખી સયલ લોક અચંભીઓ... ૧ રત્નપુર જગે જાણીએ અમરપુરી અનુસારોજ રાજ કરે રામ રાજીઓ રઘુનંદન અવતારોજી અવતાર ધનદ સમાન જેહનો શેઠ ધનદત્ત તિહાં વસે દાન પુણ્ય સદા સોહે સુગુરૂ વચને ઉલ્લસે ધન શ્રી તસ ઘરણી નિરૂપમ રૂપે રંભ સમાન એ વિવિધ ભંગે ભોગ વિલસે તેહષ્ણુ ગુણવાન એ... ૨ શુભ શુકને કરે સા ધરી ઉદર ગરભ ઉદારોજી પવર મનોરથ ઉપજે પૂરે પતિનું વિચારોજી સુવિચાર પતિ સવે કરે પૂરા મનોરથ નિજ મન તણા સમયપૂરે નહીં અધૂરે સુતા જનમી ઉલટ ઘણા બહુ તપે તેજે જનમ સેજે ભવન અજુ આળું કરે સહુ સજન નિરખી હિયે હરખી નામ સોહગદેવી ધરે... ૩ માત-પિતા મન મોદતી દિન દિન વાધે સબલોજી શ્વેતપણે જિમ શશિકલા શીખી ચાલી માલોજી શીખી ચાલે મરાલ કેરી વિદ્યા સયલ અલંકરી મુખ વચન બોલે અનીએ તોલે જાણે સરસતી અવતરી નવ યોવન પામી મોહ્યા કામી પિતા મન ચિંતા ઘણી અનુરૂપ વર કુણ સુતા કેરો હોશે નરમાંહિ મણી... ૪ નયર કનકપુર વાસીઓ શેઠ ધનાવહ સંતોજી તસ નંદન રતિપતિ સમો નર કુંજર ગુણવંતોજી ગુણવંત વર નર કુંજર નિરખી શેઠ ધનદત્ત બહુ ધની વિવાહ ઓચ્છવ કરે સુપરે દીએ તસ નિજ નંદિની
૩૩૨
સક્ઝાય સરિતા