________________
ઈમ નિસુણી કહે તાત અપત્યમાં તું હિજ મુકુટ સમાણી વિષય દશાથી ઈણિ પરે વિરમી માત સુનંદા જાણી... રડે રૂપે રે ૭ અમે તો વિષય પ્રમાદે નડીયા પડીયો છું સંસાર નરપતિ ઉચ્છવ સાથે તે પ્રભુ હાથે લીયે વ્રત ભાર... રૂડે રૂપે રે૮ યુદ્ધે ચકી હારી મનાવી બાહુબલી લીયો દીખ વરસસમેં બ્રાહ્મી સુંદરીયે કહેવરાવે પ્રભુ શીખ... રૂડે રૂપે ૨૦ ૯ ગજ ચડ્યા કેવલ ન હોય વીરા ઈમ સુણી માન ઉતારે પગ ઉપાડી કેવલ પામ્યા પ્રભુ પાસે પાઉ ધારે... રૂડે રૂપે ૨૦ ૧૦ અનુક્રમે કેવલ સાધી સાધવી બ્રાહ્મી સુંદરી જોડી જ્ઞાનવિમલ પ્રભુ ઋષભની બેટી પ્રણમું હું કરજોડી... રૂડે રૂપે ૨૦ ૧૧
[] ૧૮૨. સૂરિકાંતાની સક્ઝાય સરસ્વતી સ્વામીને વિનવું રે સદ્ગુરૂ લાગું છું પાય, ભવિયણ સાંભળો સૂરિકતા પૂછે પુત્રને રે કેવા વહાલા તારા તાત... ભવિયણ સાંભળો ૧ એ શું બોલ્યા મોરી માવડી રે પિતા પિતા રે ગુરૂને ઠામ ભવિયણ સાંભળો સૂરિકાંતા મન ચિંતવે નકામો એ ભરથાર... ભવિયણ સાંભળો રે છ8 અઠ્ઠમના પારણે જમવા તેડું રાય, ભવિયણ સાંભળો વિષ ઘોળીને વિષ ભેળવું જમવા આવે ત્યાંય... ભવિયણ સાંભળો ૩ રત્ન કચોળ વિષ પિરસ્યા જમવા બેઠા રાય, ભવિયણ સાંભળો ચતુર રાયે વિષ ઓળખું ક્ષમા આપી ચિત્તમાંય... ભવિયણ સાંભળો ૪ અરિહંત મનમાં સમરીને ગ્રહણ કર્યું ઈણે ઠામ, ભવિયણ સાંભળો નારી એ વિષની વેલડી નારી નરકની ખાણ... ભવિયણ સાંભળો ૫ ચળુ કરીને રાય ઉભા થયા ગયા પૌષધ શાલા માંય, ભવિયણ સાંભળો ભોંય સંથારો રાયે કર્યો શરણ-ખામણા કરે ત્યાંય... ભવિયણ સાંભળો ૬ પરંપરાએ વાત સાંભળી સૂરિકાંતા આવે ત્યાંય, ભવિયણ સાંભળો મારગડે હીડે મલપતી મૂકી છૂટી વેણ... ભવિયણ સાંભળો ૭ મિત્રને કહે ખસ આઘા રહો આ શું થયું તત્કાળ, ભવિયણ સાંભળો હૈ હૈ કરતી હૈડે પડી નખ દીધો ગળા હેઠ... ભવિયણ સાંભળો ૮ અરિહંત મનમાં સમરીને દેવલોક પહોંચ્યાં તેણે ઠામ, ભવિયણ સાંભળો હીરવિજય ગુરૂ હીરલો ધન્ય રાયના પરિણામ... ભવિયણ સાંભળો ૯ ઈસક્ઝાય સરિતા
૩૩૧