SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ ૬ પહેલી તે પોળે સતી આવીયા રે ત્યાં તો છાંટ્યા છે નીર; તરત ઉઘડી છે પોળ રે પ્રાણી શીયળનો મહિમા સાંભળો. ૧ બીજી તે પોળે સતી આવીયા રે ત્યાં તો છાંટ્યા છે નીર; તરત ઉઘડી છે પોળ રે પ્રાણી ! શીયળનો મહિમા સાંભળો. ૨ એમ છએ પોળ ઉઘાડીને રે સાતમીએ કર્યો વિચાર. કોઈ પિયર કોઈ સાસરે રે કોઈ હશે માને મોસાળ રે તે ઉઘાડશે પોળ રે પ્રાણી ! શીયળનો મહિમા સાંભળો. ૩ હીરવિજય ગુરૂ એમ કહે રે જે પાળશે શીલવંત સાર રે તે કરશે ઈચ્છિત કામ રે પ્રાણી ! શીયલનો મહિમા સાંભળો. ૪ ૧૭૮. સુલતા સતીની સઝાયો (૧) ધન ધન સુલસા સાચી શ્રાવિકાછ, જેહને નિચળધર્મનું ધ્યાન રે; સમકિતધારી નારી જે સતીજી, જહને વીરે દીયો બહુમાન રે. ૧ એકદિન અંબડ તાપસ પ્રતિબોધવાજી, જંપે એહવું વીર જિણેશ રે; નયરી રાજગૃહી સુલસા ભણીજી, કહેજો અમારો ધર્મ સંદેશ રે. ધન ૨ સાંભળી અંબઇ મનમાં ચિંતવેજી, ધર્મલાભ ઈશોજી વયણ રે; એહવું કહાવે જિનવર જે ભણીજી, કેવું રૂડું દઢ તસ સમતિ રયણ રે. ધન૦ ૩ અંબડ તાપસ પરીક્ષા કારણેજી, આવ્યા રાજગૃહીને બાર રે; પહેલું બ્રહ્મારૂપ વિકુવ્યુંછ, વૈકિય શકિત તણે અનુસાર રે. ધન૦ ૪ પહેલી પોળે પ્રગટ્ય પેખીનેજી, ચૌમુખ બ્રહ્મા વંદન કોડ રે; સઘળી રાજ પ્રજા સુલસા વિનાજી, તેને આવી નમે કરજોડ રે. ધન ૫ બીજે દિન દક્ષિણ પોળે જઈજી, ધરિયો કૃષ્ણ તણો અવતાર રે; આવ્યા પુરજન તિહાં સઘળાં મળીજી, નારી સુલસા સમક્તિ ધારી રે. ધન, ૬ ત્રીજે દિવસે પશ્ચિમ બારણેજી, ધરિયું ઈશ્વર રૂપ મહંત રે; તિમહી જ ચોથે થઈ પચવીસમો છે, આવી સમવસર્યો અરિહંત રે. ધન૦ ૭ તો પણ સુલસા નાવી વાંદવા છે, તેહનું જાણી સમકિત સાચ રે; અંબડ સુલસાને પ્રણમી કરી, કરજોડી કહે એહવી વાચ રે. ધન, ૮ ૩૨૮ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy