________________
રાયે તે નિમિત્તીયાને તેડાવીયા રે જોશ જુઓ તેણીવાર... ૩ જોશીયે જોઈને એમ કહ્યું રે સતી ઉઘાડશે પોળ; કાચા સુતરે ચાલણી રે કુંભ સુતરનો જળ કાઢ... ૪ તે આ પોળને છાંટશે રે ત્યારે ઉઘડશે પોળ; રાજા તે મનમાં હરખીયો રે મુજ ઘેર ઘણી છે નાર... ૫ નવશે નવ્વાણું મારે રાણીઓ રે સર્વે સતીયો કહેવાય; રાજાએ વરઘોડો ચઢાવીઓ રે ધામધૂમનો નહિં પાર... અંતેર એકઠું થયું રે રાણીઓ સર્વે જાય; કોઈ ચડયું મંદિર માળીયે, રાણી ચઢ્યા ફુવાની કાંઠ... ૭ કાચે સુતરે ચાલણી રે તૂટી તૂટી રે જાય... એમ નવશે નવાણું ચાલણી રે પડી કુવાની માંય... ૮ રાજા મનમાં ઉદાસ થયો રે નવસોએ ન સર્યાં કાજ; સમકિતી શેઠને બારણે રે, સતી સુભદ્રા કહેવાય... ૯ ઢોલી જઈ તિહાં ઢોલ ટીપે રે પહડો ઝીલો મોરી માય; · અઠ્ઠમ તપ સતી પાળીને રે આવ્યા સાસુજીની પાસ... ૧૦ લળી લળી સાસુજીને વિનવે રે રજા આપોને મોરી માય કોઈના કીધા રે હું એ ન માનું નજરે ન જોયા જાય... ૧૧ નવશે નવાણું હેલે ગયા રે આવ્યા કાચીડે રાજ નટ વહુ તુજને શું કહું રે નહિં નિર્લજને લાજ... ૧૨ વહુ સાસુને વિનવે રે રજા આપોને મોરી માય જારે નફ્ફટ વહુ પડહો ઝીલો રે નહિં આવું તાહરી સાથ... ૧૩ વહુએ સાસુજીને વિનવી રે પડહો ઝીલ્યો સતીએ આજ રાજાએ રથ મેના મોકલ્યાં રે બેસીને આવો મોરી માય... ૧૪ સાસુજી બેઠા રથમાં રે સતી ચાલતાં જાય કોઈ ચઢ્યું મંદિર માળીયે રે સતી ચઢ્યાં કુવાની કાંઠ... ૧૫ કલાવતીને કર લાધીયા રે સતી સીતાની લાજ જો સત હોય પ્રભુ માહરૂં રે તો રાખજો મુજ લાજ... ૧૬ નવકાર મંત્ર ગણી કરી રે ચાલણી મેલી કુવાની માંય કાચે સુતરે ચાળણી રે કુંભ પાણીનો કાઢ્યો ત્યાંય... ૧૭
00
સજ્ઝાય સરિતા
૬
૩૨૭