________________
પતિને જમાડીને જમતી એવા ઢોંગ તે બહુ ક્ય... ૨ દીકરી તોલ ગણતી રે વહુ રે હું તુજને;
ન રહ્યું તેનું પરિણામ અરે વહુ તે શું કર્યું.. ૩
ઢાળ ૩ સાસુએ પુત્રને તેડાવીઓ કરે છે વિયોગની વાત; પુત્રવધુ છે સોના સમી રે શોભે નહિ ઘરવાસ... ૧ માતાના વચન સુણીને રે કુંવર બોલે છે એમ; ગુણવિના સિંહણશી લાકડી ગુણ વિના નારી કજાત રે... ૨ પિયુના વચન સતી સાંભળી મનમાં ચિંતવે એમ; અઠ્ઠમ તપ હવે આદરૂં ત્યારે ઉતરશે આળ રે... ૩ અઠમ તપ સતીએ આદર્યો કાઉસગ્ગ કીધો તેણીવારે; ત્યાંથી તો સતી ચાલી ગયા રે જઈ રહ્યા નદીને કાંઠે રે... ૪
ઢાળ ૪. સતી મનમાં ચિંતવે એમ પાપ મેં તો બહુ ક્ય; સતીને ચડાવેલી આળ તેના રે પાપ જાગીયાં, કરે શોષ અશોષ સતી મન અતિ ઘણાં... કરે શોષ૦ ૧ કર્યા પાપ અનંતા તેના પાપ નથી મટ્યા; જીવના કર્યા જીવ ભોગવે તેમાં તો નથી મણા... કરે શોષ૦ ૨ ભરડ્યા જીવ શેક્યા ધાન્ય અણગળ જળ વાપર્યા; સતીને ચઢાવેલાં આળ ધાવતા બાળ વિછોડીયાં; કૂડી પુરી છે શાખ તેના પાપ રે જાગીયા... કરે શોષ૦ ૩
ઢાળ પર ઈન્દ્રતણું આસન ચળ્યું રે સતીને ચઢાવેલ આળ; પોળ વસાવી નગર તણી રે ત્યારે ઉતરશે રે આળ... ૧ ભૂંગળ તો ભાંગે નહી રે ગણને લાગે નહિં ગાળ; નગર લોક સહુ ટોળે મળ્યા રે આકુળ વ્યાકુળ થાય... ૨ વેગે પહોંચી છે વધામણી રે રાજા થયા છે નિરાશ;
૩૨૬
સઝાય સરિતા