SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય તું સમકિત ધારી શિરોમણીજી, ધન્ય તું સમકિત વિશવાવીશ રે; એમ પ્રશંસી કહે સુલસા ભણીજી, જિનજીયે કહી છે ધર્મ આશીષ રે. ધન૦ ૯ નિશ્ચળ સમકિત દેખી સતી તણું છે, તે પણ હુઓ દઢ મન માંય રે; ઈણી પરે શાંતિવિમળ કવિરાયનોજી, બુધ કલ્યાણવિમળ ગુણ ગાય રે. ૧૦ ૧૭૯. સુલતા સતીની સજઝાયો (૨) (રાગ : અરણીક મુનિવર ચાલ્યા ગોચરી) શીલ સુરંગીરે સુલસા મહાસતી,વર સમકિત ગુણ ધારીજી; રાજગૃહી પૂરે નાગ રથિક તણી, સુલસા નામે નારીજી. શી૧ નેહ નિવિડ ગુણ તેહ દંપતિ તણો, સમક્તિ ગુણ થિર પેખીજી; ઈન્દ્રપ્રશંસે રે તત સત કારણે, આવ્યો હરિણગમેપીજી. શી. ૨ લાન મુનિને કાજે યાચીયા, ઔષધ કુંપા ચારજી; ભગ્ન દેખાયાં પણ નવિ ભાવથી, ઉણિમ ધરીય લગારજી. થી ૩ પ્રગટ થઈ સુર સુત હેતે દીયે, ગુટિકા તિહાં બત્રીશજી; તસ સંયોગે રે બત્રીસ સુત થયા, સકલકલા સુજગીશજી. શી૪ ચેલણા હરણે ચેટક નૃપશરે, તે પહોતા પરલોકજી; સામયિકમાં તેમજ સાંભળી, પર થિર મન નહિં શોકજી. શીવ પ એક દિન વીર ચંપાપુરી થકી, ધમશીષ કહાવેજી; અંબડ સાથે રે પરિક્ષા તે કરે, પણ સમતિ દૃઢ ભાવેજી. સી. ૬ દેશવિરતિનો રે ધર્મ સમાચરી, સુરલોકે ગઈ તેહજી; નિર્મમ નામે રે ભાવિ જિન હોશે, પંદરમા ગુણ ગેહજી. સી. ૭ ઈણિ પરે દૃઢ મન સમકિત ગુણે, જ્ઞાનવિમલ સુપસાય; તે ધનધન જગમાંહિ જાણીયે, નામે નવનિધિ થાય. શ૦ ૮ ૧૮૦. સુંદરીની સઝાયો (૧) સરસ્વતી સ્વામીની કરો સુપસાય રે, સુંદરી તપની ભણું સઝાય રે; ઋષભદેવ તણી અંગતજાત રે, સુંદરીની સુનદા માત રે, ભવિજન ભાવે એ તપ કીજે રે, મનુષ્ય જન્મનો લાહો લીજે રે. ૧ // સક્ઝાય સરિતા ૩૨૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy