________________
કાયા સુતરને તાંતણે ચાળણી બાંધે રે સીંચી કુવા જલ ઠામ; ભરી ચાળણી તાણી લઈ સૌ પ્રશંસે રે શીલ ઠામો ઠામ. ફુલ વૃષ્ટિ કરે દેવતા સેવતાં રે લોક રાણા ને રાણ; મોતી થાળે વધાવતાં છાંટી ઉઘાડે રે ત્રણ પોળ સુજાણ. કોઈ પીયર કોઈ સાસરે કોઈ સતી વળી માને મોસાળ; ચોથી પોળ ઉઘાડશે શીલે સાચી રે વળી જે હોશે નાર. શીલ વ્રત જગમાં વડું સહુ સાંભળીને પાળો નરનાર; રાજા મન રાજી થયો સુભદ્રા સતીરે થઈ તત્કાળ. સાસરે પીયર નિર્મલી થઈ નિર્મલ રે રાખ્યું જગમાં નામ; નાક રાખ્યું સાસરા શહેરનું ગાળ ઉતારી ગામોગામ. સાસુ ને સસરો ખમાવતાં ખમાવતાં રે વળી દિયર ને જેઠ ભરતાર ભક્તે ખમાવતાં સારા શહેરની સ્ત્રી તુજ પગ હેઠ. સાસરે સમકિત સર્વને સંભળાવ્યો જૈન ધર્મ વિખ્યાત; શ્રાવક ધર્મમાં સહુ સ્થિર કર્યા મેલ્યાં પૂર્વના પાપ માયા મિથ્યાત. સ૦ ૩૧ સાસુ વહુ પ્રીતે મળી મન મૂક્યાં રે વળી ધર્મ મિથ્યાત્વ; સાધુ વૈયાવચ્છ વાતડી તરણું તાણ્યું રે કીધી સાસુને વાત. શાસન સોહ ચઢાવીઓ ગિરૂઆ ગચ્છપતિ આણંદવિમલસૂરીદ તસપાટે અનુક્રમે હુઆ વિજયદેવસૂરિ વિજયપ્રભમુણીંદ. દેવવિજય પંડિત તણો કરજોડીને શિષ્ય કરે અરદાસ સુભદ્રા ચરિત્ર વખાણતાં વીરવિમલને વ્હાલો મુક્તિનો વાસ.
૩૨૪
૧૭૬. સુભદ્રા સતીની સજ્ઝાયો (૩) ધન ધન જિનદત્ત અંગજા, ધન તેહનો અવતારજી; નામે સુભદ્રા જીણીયે, સતીઓમાં શીરદારજી. ૧ સુભદ્રાજીને વરવા, આવ્યાં વર અનેક; પણ શ્રાવક વિણ નહીં દઉં, એવી શેઠની ટેક. ૨ એક દિન ચંપાથી, આવીયો બૌદ્ધ ઋદ્ધિ બુદ્ધિદાસ; સુશ્રાવિકાના રૃપથી, થયો મોહ મન જાશે. ૩ કરી કપટ શ્રાવક થઈ, સુણે ધર્મ સદાય;
સ૦ ૨૫
સ૦ ૨૬
સ૦ ૨૭
સ૦ ૨૮
સ૦ ૨૯
સ૦ ૩૦
સ૦ ૩૨
સ૦ ૩૩
સ૦ ૩૪
સજ્ઝાય સરિતા