________________
માનવ સહુ મેડીએ ચડ્યું સતીને જુએ સહુ કોય... મુનિવર૦ ૧૮ કાચે રે તાંતણે ચાલણી સતી કળા ચઢી સોળ કામિની ફૂપ જળ ભરી ઉઘાડી ત્રણ પોળ... મુનિવર૦ ૧૯ કોઈ પીયર કોઈ સાસરે કોઈ હશે માંને મોસાળ ચોથી પોળ ઉઘાડશે જે હશે શીલવતી નાર... મુનિવર૦ ૨૦ નાક રાખ્યું નગરી તણું ગામે ઉતારી રે ગાળ રાય-રાણા પ્રશંસા કરે સતીય શિરોમણી સાર... મુનિવર૦ ૨૧ વાઘણ કેરાં દુધડાં સોવન કેરી થાળ ભણે ગણે જે સાંભળે કાંતિવિજય ગુણમાળ... મુનિવર૦ ૨૨
૧૭૫. સુભદ્રા સતીની સઝાયો (૨) હું ભણું શી એહની વાત નામ સતીનું લીજીયે, પ્રહ ઉઠી પહેલે પરભાત સત રે જો જો સુભદ્રા તણું; મુનિવર વહોરણ પાંગર્યા નિયમવંતી રે તિહાં આવે અધીર, કોરણ ઉડે કાંકરા તરણું ખુલ્યુ રે તિહાં વાયે સમીર; સત રે૦ ૨ તરણું તે ખુલ્યું આંખમાં તેણે કરી રે વહે લોહીની ધાર, સુભદ્રાને બારણે આવીયા નયણે નિરખે રે ઋષિ પીડા અપાર; સ૦ ૩ મસ્તકે મસ્તક ભીડીયા જીભે કરી રે કાઢે નયણની સાલ, સાધુ નિરાબાધ થઈ ગયા પૂઠે જો જે રે એના થાય હવાલ. સ. ૪ શ્રાવક કુલમાં ઉપની, પરણાવી રે વળી માંએ મિથ્યાત, તો એ સમકિત સૂધું વહે નિજ હૈ: દેવગુરૂ ધર્મને ધ્યાત; સ૦ ૫ સુભદ્રાને લલાટે ચાંદલો તે તો થયો રે સાધુને લલાટ; સાસુ દેખી ક્રોધે ધડહડી રોષે ભરી રે દુહવાણી રાંડ. સ૦ ૬ સાંભળ વચ્છ કહું વાતડી રાતડી રે ઋષિ રાતડ દેત; મનમાંહે વાત જ રાખજે જીમ આપણાં ઘરમાં ન થાય ફજેત. સ૦ ૭ ગુણહીણી તુજ ગોરડી જેણે અતિથિ શું રે આલિંગન દીધ, મુજ ટળી કેણે ન દીઠડી પાપ એહવા રે તુજ વહુઅરે કીધ. સ. ૮ સાસુડીએ કૂડી સહી સંભળાવી રે સહુ સ્વજનને વાત; ભરતાર પણ ભંભેરીયો કૂડે કલકે રે ખેલે એમ ઘાત.
સ૦ ૯ મન ભાંગ્યું ભરતારનું રાણિ ભર રે, નવિ રંગ ને રોલ;
૩૨ ૨
સક્ઝાય સરિતા