________________
ગુણ વિના સાગની લાકડી ગુણ વિના નાર કુમાર મન રે ભાંગ્યું ભરથારનું નહિં રે અમારે ઘરબાર... મુનિવર૦ ૪ પિયુ વચન શ્રવણે સુણી સતી મન ચિંતવે જેહ જૈન ધર્મ કલંક જાણી કરી કાઉસગ્ગ કીધો રે તેહ... મુનિવર૦ ૫ શાસનસૂરી આસન ચળ્યું સતી શિર આવ્યું રે આળ ચંપાદ્વાર જડાવીએ તો રે ઉતરશે એ ગાળ... મુનિવર૦ ૬ ભોગળ તો ભાંગે નહિં ઘણ નવિ લાગે રે ઘાય હલાવ્યો હાલે નહિં સૌ આકુળ-વ્યાકુળ થાય... મુનિવર૦ ૭ આકાશે ઉભા દેવતા બોલે એહવા બોલ સતી જળ સીંચશે ચાલણી ત્યારે ઉઘડશે રે પોળ... મુનિવર૦ ૮ રાજા મન આણંદીયો નગરે ઘણી છેરે નાર અંતે ઉર છે મારું સતીય શિરોમણી સાર... મુનિવર૦ ૯ અંતે ઉર કર્યું એકઠું કૂવા કાંઠે નહિં માગ કાચે તાંતણે ચાળણી ગુટી જાયે તાગ... મુનિવર૦ ૧૦ અંતે ઉર થયું દયામણું રાજા થયો રે નિરાસ સતીપણું મનમાં રહ્યું ધિક્ પડ્યો ઘરવાસ... મુનિવર૦ ૧૧ નગર પડો વજડાવીયો વસ્તી દીસે હેરાન પ્રજાને પીડા ઘણી કોઈ ઘો રે જીવિત દાન... મુનિવર૦ ૧૨ પડતો આવ્યો ઘર આંગણે વસ્તી હાલક લોલ જો માતાજી અનુમતિ દીયો તો હું ઉઘાડું પોળ... મુનિવર૦ ૧૩ વળી વળી વહુ તમને શું કહું નહિં નિર્લજજને લાજ નવકુળ નાગ નાસી ગયા આવ્યું કાચંડે રાજ... મુનિવર૦ ૧૪ દોષ દીજે નિજકર્મને કલંક ચડાવ્યું રે માય પડહો છબીને ઉભી રહી જઈ સંભળાવ્યો રાય... મુનિવર૦ ૧૫ વેગે ગઈ વધામણી રાજાને નહિં વિશ્વાસ પ્રત્યક્ષ જુઓને પારખું ત્યાં જઈ કરોને તપાસ... મુનિવર૦ ૧૬ વેગે રાય પધારીયા હઈડે હરખ ન માય પ્રજાને પીડા ઘણી વિલંબ ન કરો મોરી માય... મુનિવર૦ ૧૭ અવર પુરૂષ બંધવ પિતા સતી માંહિ કલા સોય
ઈસક્ઝાય સરિતા
૩૨૧