SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ હરે માજી નરક નિગોદમાં હું ભમ્યો ભમ્યો અનંત અસંતી વાર માડી મોરી રે; છેદન ભેદન મેં સહ્યાં, તે કહેતાં આવે ન પાર માડી મોરી રે. હવે હું૦ ૭ હાંરે જાયા પાંચશે પાંચશે નારીઓ, રૂપે અપ્સરા સમાન જાયા મોરા રે; ઊંચા તે કુલની ઉપની, રહેવા પાંચસે પાંચસે મહેલ જાયા મોરા રે. તુજ૦ ૮ હાંરે માજી ઘરમાં જો નીકલે એક નાગણી, સુખે નિદ્રા ન આવે લગાર તો પાંચશે નાગણીયોમાં કેમ રહું, મારું મનડું આકુળ વ્યાકુળ થાય. માડીહવે હું ૯ હારે જાયા આટલા દિવસ હું તો જાણતી, રમાડીશ વહુરોના બાળ જાયા મોરા રે; દિવસ અટારો રે આવીયો, તું તો લે છે સંજમભાર જાયા મોરા રે. તુજ૦ ૧૦ હાંરે માજી મુસાફર આવ્યો કોઈ પરણલો, ફરી ભેગો થાય ન થાય માડી મોરી રે; એમ માનવ ભવ પામવો દોહિલો, ધર્મ વિના દુર્ગતિમાં જાય માડી મોરી રે. હવે હું૦ ૧૧ હવે પાંચશે વહુરો એમ વિનવે, તેમાં વડેરી કરે રે જવાબ વાલમ મોરા રે; સ્વામી તમે તો સંજમ લેવા સંચર્યા, સ્વામી અમને કવણ આધાર વાલમ મોરા રે. | વાલમ વિના કેમ રહી શકું. ૧૨ હાંરે માજી માતા-પિતા ને ભાઈ બેનડી, નારી કુટુંબને પરિવાર માડી મોરી રે; સક્ઝાય સરિતા ૩૧૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy