________________
ઈમ કહી મુનિ ઉપદેશ દીયે સાંભળી દંપતી દીક્ષા જ લીએ; રાજ રૂપી ગુરૂ સાથે ગયા સંયમ પાળી સુખીયા થયા... ૧૩ ગુરૂણી પાસે સુનંદા ભણે અરિમિત્ર તૃણ મણી સરીખા ગણે; લીયે આતાપના તાપે જઈ અવધિજ્ઞાની સુનંદા થઈ... ૧૪ રૂપસેન હસ્તી જીહાં ફરે સુનંદા તિહાં વસતિ કરે; એણે અવસર હસ્તી મદ ચઢ્યો કંચનપુર કોટે જઈ અડયો... ૧૫ લોક કોલાહલ કરતાં ભમે, સુનંદા આવ્યા તેણે સમે; રાજા સુભટે ઘણુંએ દમ્યો પણ સાધ્વી દેખી ઉપશમ્યો... ૧૬ સાધ્વી કહે સુણ મત ગમાર દુ:ખના દહાડા તુજ સંભાર; રાગ વિલુદ્ધો પામ્યો ઘાત પાતકો તે કીધા સાત... ૧૭ રૂપસેન ગર્ભે ફણીધર વાયસ હંસ હરણનો અવતાર, સાતમે ભવે તમે હાથી થયા ધર્મ વિના ભવ એળે ગયા... ૧૮ તે સુણતાં ગજ મૂછ લહી જાતિ સ્મરણ તે પામ્યો સહી; લોક વચ્ચે ઉભો રહી રડ્યો સુનંદાને પાયે પડ્યો... ૧૯ સમકિત વ્રત ગજ ધરતો જીહાં લોક અચ્છેરૂ દેખે તિહાં; ગુરૂણી કહે નૃપને એ ખરો સાધમ ગજ સેવા કરો... ૨૦ આદર કરી નૃપ તેડી ગયો નેહ સુનંદાનો સફલ કીયો; સુનંદા આનંદીત થયા એ કેવલ પામી મોક્ષે ગયા... ૨૧ ખેટ મુનિ કહે રાજકુમાર વૈરાગ્ય રાગ તણી ગતિ ધાર; સુખ માની જે વિષય રમે તે ભવ નાટક કરતા ભમે... ૨૨ માતા પિતાને બાંધવ નાર સ્વારથીઓ છે સવિ સંસાર; આય જોબન લક્ષ્મી મળી મેઘ ઘટ ચંચલ વિજલી... ૨૩ બાલપણે મલસૂત્રે ભર્યો શીલી ઓરીઓ દુ:ખ સહ્યા પરણ્યો તો આમય ખય થઈ જોબન વેળા નિષ્કલ ગઈ... ૨૪ વૃદ્ધપણે નર પરવશ થયો પરભવ હાથ ઘસતો ગયો તેણે નરભવ સામગ્રી લહી કરશે ધર્મ તે સુખીયા સહી... ૨૫ ત્રીજે ખંડે ગુણીજન ગમી ઢાળ કહી રસાળ સાતમી શ્રી શુભવીર વચન રસ ઘડી સાકર દ્રાક્ષ કિસી શેલડી... ૨૬
(સક્ઝાય સરિતા
૩૧૭