________________
તસ શોકે દિન કાઢતાં, ગર્ભ વધ્યો દોય માસ,
દેખી રાય તણે ભયે, સખીયો પામી ત્રાસ... પ ઔષધે ગર્ભ જ પાડીયો, સા થઈ સજ્જીત દેહ, રાય રથપુરે રાયને, દીધી સુનંદા તેહ... ૬
ઢાળ ૨ :
પરણી નૃપ રથપુર લેઈ ગયો રૂપસેન તિહાં પન્નગ થયો; ત્રીજે ભવ નરભવ હારીયો સુનંદા નજરે ધારીયો... ૧ ફણા વિસ્તારી નાગે નડીઓ ધાઈ સુનંદા કેડે પડીઓ; હાં હાં કરતા નૃપ આવીઓ લેઈ ખડગ પૂંઠે ધાવીઓ... ૨ મારીઓ અહી ચોથે ભવ ગયો, તે વનવાસે વાયસ થયો; એક દિન દંપતી વનમાં ગયાં, રાગ રંગ રસ રીઝે રહ્યા... ૩ વાયસ તે તરૂ ઉપર ચઢીયો સુનંદાનો રાગ નડીઓ; કર્ણ કટુ શબ્દે તે ભણે તામ નરેસર બાણે હશે... ૪ હંસ થયો તે ભવ પાંચમો હંસ તણા ટોળામાં રમે; રાજા રાણી સજળ જુએ હંસ સુનંદાના રાગે રૂએ... પ ઉડી બેઉ પાંખે આણીઓ નૃપ સુભટે ખડૂગે કરી હણીઓ; તેહીજ વન છઠ્ઠો ભવ થયો હરણી ઉદરે હરણો થયો... ૬ દેખી રાણી રાગે કર્યો ઝૂરે ઉભો આંસુભર્યો; આહેડી નૃપ બાણે હણી લીયો શીકાર તે ભક્ષણ ભણી... ૭ માંસ પકાવી તે મૃગ તણું ખાતા રાણી વખાણે ઘણું; અવિધ નાણી દોય મુનિ જણા તે દેખી મસ્તક ધૂણતા... ૮ પૂછે રાણી મુનિને તીસે સ્વામી મસ્તક ધૂણે કીસે; સાધુ કહે કારણ છે ઈહાં આવી સુણો અમો વસીએ જીહાં... ૯ તિહાં ગયા નૃપ રાણી મળી મુનિ મુખ વાત સકલ સાંભળી; રાગી નરનું માંસ જ ભખો જ્ઞાન વિના તમે નવિ ઓળખો... ૧૦ રાણી કહે રૂપસેન કુમાર આગળ શો થાશે અવતાર; તવ બોલ્યો જ્ઞાની અણગાર સાતમે ભવ હાથી અવતાર... ૧૧ તુજ ઉપદેશે સમતા વરી સમકિત પામી વ્રત આદરી; સહસ્રારે તુજ સ્વામિ થશે નરભવ પામી મોક્ષે જશે... ૧૨
સજ્ઝાય સરિતા
૩૧૬