SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ દોર નીસરણી સખીઓ ઘરમાં લાવતી, જાગી સુનંદા સખીઓ એમ પ્રજ૫તી; વલ્લભશું નવિ વાત વિચાર થયો કિશ્યો, રાણીની દાસી ભયે કરી વ્હેલો નિસર્યો. ૨૦ પૂરણ ભાગ્યે મેળો બન્યો, પણ ક્ષણે રહ્યો, અંધારે અંધારું કરીને તે ગયો; મુજ ચિત્ત ચોરી ગયો, ફરી મિલન કઠીન ઘણો, દુર્ભગ દાસીએ ખેલ બગાડ્યો અમતણો.૨૧ હવે સુણજો રૂપસેન બન્યો જે પ્રીતમાં, રાત ઘડી ગઈ ચાર, ચિવટ થઈ ચિત્તમાં; કંચન વરણો ચરણે ઘુઘરીઆ તગે, કસબી નાડે નંગ, જડ્યો તે ઝગમગે. ૨૨ કંચુઓ કસબી કોરનો, હીરા હસી રહ્યાં, મેવા મીઠાઈ લેપ સુગંધી સંગ્રહ્યા; ચીર પટોળી ભાત તે રીતે રૂચે ધણી, નેઉરને કટી મેખલવાળી દામણી. ૨૩ હારાદિ અલંકાર લીયા બહુમૂલનાં, કુંડલ ધમ્મિલ હાથ ગજેરા ફુલનાં; એ સઘળું લઈ ઉવટ મારગે સંચરે, સુનંદા મળવાના મનોરથ બહુ કરે. ૨૪ પંથે પડી ઘરભીત ચંપાઈ તે મૂઓ, સંસાર માંહે રાગ વિટંબણા એ જુઓ; મરણ થયો ન ગયો રાગ રમણી રૂપનો, સુનંદા ઉદરે ગર્ભે જઈ ઉપન્યો. ૨૫ કર્યાતિકા કહે કંતને મરવું એણે સમે, હેઠ આહેડી બાણ ઉપર શરસે ભમે; નાગ હસ્યો ભિલ્લને, શકરો બાણે મુઓ, દેવગતિ વિપરીત ચારેના ચિંતન જુઓ. ૨૬ રાત્રિ જશે પરભાતે, રવિ જગ ઉગશે, જઈશું કુસુમવન પુષ્ટિ થશે પંકજ હસે; કજ કોરો અલિ રાતે રડતો દિલશું લખે, વનગજ સરોજલ પીઈને કમલસાથે ભળે ૨૭ મનમાં મનોરથ સઘળાં તે મનમાં રહ્યાં, દષ્ટિરાગ વશ પડિયા તે દુઃખીયા કહ્યા; પરરમણી રસ રાવણ, દસ મસ્તક ગયા, સીતા સતીવ્રત પાળી અય્યત પતિ થયા. ૨૮ વિષય વિનોદથી જેહ રહ્યાં સદા, આ ભવ પરભવ, તેહ લઈ સુખ સંપદા; ત્રીજે ખંડે ઢાળ એ છઠ્ઠી મન ધરો, શ્રી શુભવીર વચન રસ આસ્વાદન કરો. ૨૯ બીજે દિવસે ગષવા, વસુદત્તના સુત ચાર, ભીંત પડી ઉપડાવતાં, મળીયા લોક હજાર... ૧ મૃતક તિહાં રૂપસેનનું, નીકળ્યું વસ્તુ સહીત, વાત સુનંદા સાંભળી, ચિત્ત બન્યું વિપરીત... ૨ શોક ભરે સખીને કહે, આ શી બની ગઈ વાત, અંધારે નવિ ઓળખ્યો, મળ્યો કોઈ કુજાત... ૩ વસ્તુની હાલત જાણીને, ધૂર્ત હરિ ગયો હાર, પણ રૂપસેન મરણ સુણી, રૂદન કરે તેણી વાર... ૪ સક્ઝાય સરિતા ૩૧૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy