________________
નિર્દય નર લહી, માને કહે સખી મોકલી, કરવો નથી વિવાહ, રહીશ હું એકલી. ૫ વલ્લભ સુખ નગણો, લઘુવય બાલા સહી, અનુભવ જ્ઞાન વિના, જેમ ધ્યાન નહિ; જોબન વય લીયો, તવ અધર કુસુમ હસ્યા, રતિએ રીસાવ્યા, કામદેવ અંગે વસ્યા. ૬ જઠર તણી ગુરતા, હુંચ કુંભે વસી જઈ, ચરણ તણી ચંચળતા, ચક્ષુ વચ્ચે ગઈ; અભિનવ જોબન, વેલા મેલા ખેલતી, એક દિન મંદિર ઉપર, જઈ ફરતી હતી. ૭ ઈભ્ય વડો ધનવંત, સમીપે તિહાં વસે, ખેલ વસંત પ્રિયાણું અગાશે સુરત હસે, દેખી સુનંદા વિષય રૂચી કહે માતને, મુજ વિવાહ કરો, જણાવી નરરાયને. ૮ એક દિન ઘર સન્મુખ, તંબોલી દુકાન મેં, શેઠ વસુદત્ત રૂપસેન, લીયો જ્ઞાન મેં; લાગ્યો નયણે નેહ, સખી હાથે દિયો, શ્લોક અર્થ લખી, પત્ર તે રૂપસેને લીયો. ૯ વાંચીને મન હરખી, અર્થ તેણે પૂરીયો, પાછો પત્ર સખીએ સુનંદાને દીયો; વાંચી હરખી આ તન મન વિકસાવતી, પત્ર પ્રીતમકર ફરસીત હૈડે દાખતી. ૧૦ દાસી મુખે કહે, નિત્ય ઈંહાં તુમે આવવું તુમ મુખ દીઠા વિના, નવિ ભોજન ભાવવું; સાંભળીને રૂપસેન ગયો જલમંદિરે, દિન પાંચ ઓચ્છવ છે. કૌમુદી ઢંઢેરો . ૧૧ અવસર પામી સુનંદા, તાસ જણાવતી, જે દિન વન ઓચ્છવ, નરનારી જાવતી; તે રાતે ઘર પાછળ પિયુ પધારો, બાંધશું દોર નિસરણી, તેણે ચઢી આવજો. ૧૨ ચતુર વિચક્ષણ અવસર, ચિત્ત ન ચૂકશો, રંભા સમી મહિલા મલી, તે નવિ મૂકશો; અહોનિશ વાલમ ધ્યાન ધરૂં, રહી વેગળી મારા પ્રેમની વાત, તેજાણે કેવલી. ૧૩ દાસી મુખે સુણી તે હરખે સંકેતીયા, વરસ સમા દિન પાંચ વિયોગે વીતીયા; કૌમુદીને દીન રાણી સુતા તેહ કરે, સા કહે શિર દુ:ખે છેતેણે રહીશું ઘરે. ૧૪ દોય સખીશું સુનંદા રહી નિજ મંદિરે, દોય નિસરણી ગોખ તળે રાતે ધરે; તેણે અવસર એક જુગારીઓ ધન રાચીને, ચોરી કરવા ફરતો ધનપતિ ધારીને. ૧૫ દોરે દેખી મન કૌતુક ધારી તે ચડે, અણબોલી સખી લઈ ગઈ તસ ઓરડે; હરખી સુનંદા સ્નાન તનુ શણગારતી, ચંદન લેપ કુસુમ આભૂષણ ધારતી. ૧૬ તેણે સમે રાણીયે દાસી જોવા મોકલી, દીપક બુજાવી તેહશું, સખી વાતે ભળી કહે સખીઓ હમણાં વેદન સઘળી ટળી, સુતા સુનંદા સુખ ભર ક્ષણ નિદ્રા મળી. ૧૭ દાસી સુણી તે વાત કહી જઈ રાણીને, આવી સુનંદા ઓરડે ઘુંઘટ તાણીને; શય્યા એ ફુલ પુંજ બિછાવ્યા મોકળાં બોલે સુનંદા નાથ વસ્યા કેમ વેગળાં. ૧૮ તાણી લીધે શય્યાએ વિરહ વ્યાકુલ થઈ, સુખ ભોગવતાં વિયોગ વેદના દૂરે ગઈ; સુરત સમે નિદ્રાભર મૂકી ઊઠીયો, મુક્તા ફળનો હાર જુગારીયો લેઈ ગયો. ૧૯
૩૧૪
સજ્ઝાય સરિતા