________________
ઘાતી કર્મક્ષયે કેવલ પામીયા રે આવ્યા તિહાં સુરનર કેરા છંદ રે...
મોટો૦ ૭ દેશના આપે જન પ્રતિબોધવારે કાપે સવિ પાતિક કેરા છંદ રે ગણિકા પંડિતાને અભયા વ્યંતરી રે પામે તિહાં સમતિ રચણ અમંદરે...
મોટો૦ ૮ પહેલા કે'તાઈક ભવને અંતરે રે હું તો સ્ત્રી સંબંધે અભયા જીવરે શૂળી ગાલીથી કર્મ જે બાંધીયું રે આવ્યું તેનું ફળ ઉદયે અતીવરે.
મોટો. ૯ અનુક્રમે વિચરતા ચંપાએ ગયા રે પ્રતિબોધ્યા રાજાદિ બહુ પરિવારે ધન ધન મનોરમા તસ સુંદરી રે સંયમગ્રહી પહોતી મુકિત મોઝારરે...
મોટો ૧૦ પરમપદ પામે સુદર્શન કેવલી રે જયવંતો જેહનો જગમાં જસવાદ રે નિતનિત હોજો તેહને વંદના રે પહોંચે રવિ વાંછિત મનની આશરે...
મોટો૧૧ સહજ સોભાગી સમકિત ઉજળું રે ગુણીનાં ગુણગાતાં આનંદ થાય રે જ્ઞાનવિમલ ગુણ વાધે અતિઘણા રે અધિક ઉદય હોવે સુજશ સવાય રે...
મોટો. ૧૨ ૧૭૨. સુનંદા રૂપસેનની સજઝાય (ઢાળ-૨)
ઢાળ ૧ : ખેટમુની કહે ધન્ય તુમે સાતે જણા એક વયણે પ્રતિબોધ લહ્યો ન રહી મણાં; શત ઉપદેશે પણ રાગીને યથાજલો, લક્ષ રવિ ઉદયે, નવિ દેખે આંધળો. ૧ ગર્ભવાસ ગદ ત્રાસ જરા મરણાં કરે, પરભવ સૌખ્ય કિહાંથી અમૃત ઉખરે; જેમ ચકલો ચકલી તૃણ બિંદુએ આવીઆ, તું પી તું પી કહેતાં બેઉ મરણે ગયાં. ૨ નરનારીના રાગને નાગરે માંડવા, વાઘ, ચિત્તર મંજાર ને મેલી જમાડવા; વિષયી પ્રાણીયા ભવભવ દુઃખમાં પડે, વિષય રાગ નરભવ હારી, પરભવમાં નડે. ૩ તન ધન જોબન આયુ, સમય જાતાં વહી, આમંડલ કોદંડ, અખંડે રહે નહિ; તિલકપૂરે કનકધ્વજ, રાણી યશોમતી, દો સુત ઉપર પુત્રી, સુનંદા રૂપે રતિ. ૪ લઘુ વયે ઘર ઉપર, ચઢી દેખે એક ઘરે, દોષ દઈ ગુણવંતીને પતિ તાડન કરે;
આ સઝાય સરિતા
૩૧૩