________________
કરી કાઉસગ્ગ રહી ધ્યાન ધરી શાસન-સુરી હો લાલ-ધરી શુળીએ દીધો શેઠ આરક્ષકે કર ધરી હો લાલ-આરક્ષકે ૧૧ કનક સિંહાસન તેહ થયું દેખતે તીસે હો લાલ-થયું તવ મૂકી કરવાલ કુસુમ પરે ગળે હો લાલ-કુસુમ૦ ૧૨ તેહ ચરિત્ર પવિત્ર કહે રાજા પ્રત્યે હો લાલ-કહે૦ ગજ ચઢી આવ્યો ભૂપ ખમાવે માન તે હો લાલ-ખમાલે૧૩ નારી વયણથી કાજ ક્યું અવિચારતે હો લાલ-કર્યું એહ ખમજો અપરાધ કરી મનોહારને હો લાલ-કરી. ૧૪
ઢાળ ૬ શેઠ સુદર્શન ગજ ઉપર ચઢયાજી વીંઝે તિહાં ચામર છત્રપવિત્ર રે, જિત નિશાન બજાલે નયરમાંજી નાટક બત્રીસ બદ્ધ વિચિત્ર રે,
મોટો મહિમા છે મહિયલે શીયલનો રે... મોટો. ૧ દાન અવિરત દેતાં બહુ પરે રે આવે નિજ મંદિર કેરે બાર રે, શોભા જિન શાસનની થઈ ઉજળી રે ધન ધન મનોરમા જસનાર રે,
કાઉસ્સગ્ગ પાર્યો તેણી વાર રે... મોટો૦ ૨ અભયા ગળે ફાંસો ખાઈને તે મૂઈ રે નાસી પાડલીપુરી ધાવ તે જાય રે, દેવદત્તા ગણિકાનાં ઘરમાં રહી રે ચરિત્ર સુણીને અચરિજ થાય રે...
મોટો૦ ૩ શેઠ સંવેગે સંયમ આદરે શિક્ષાગ્રહી ગીતારથ થાય રે તપે દુર્બલતનુ એકાકી પ્રતિમા ધરે રે વિચરંતા પાડલીપુર તે જાય રે..
મોટો૦ ૪ શેઠ સુદર્શન રૂપ વખાણથી રે ગણિકા થઈ ઉત્સુક મુનિને દેખી રે ભિક્ષા ભમતાં ઘરમાંહિ રાખીયો રે કીધા કપિલા પર ઉપસર્ગ અશેષરે...
મોટો૫ એમ કદથી સાંજે મૂકીયો રે આવી વનમાંહે ધ્યાન ધરંત રે અભયા મરીને હુઈ વ્યંતરી રે દીઠો તેણે તિહાં મુનિ મહંત રે...
મોટો૦ ૬ ઉપસર્ગ તેણે અનેક વિધે કર્યા રે ચડિયો તવ ક્ષેપક શ્રેણી મુણાંદ રે
૩૧૨
સઝાય સરિતા