________________
મુજ પાપીને પડો ધિક્કાર પુત્ર ભક્ષણ મે કીધો કીર્તિધર મુનિવરની શાખે અણસણ પોતે લીધો રે... પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૧૬
તન મન શુદ્ધા શ્રદ્ધા નિમવાલી નારી પહોતી સ્વર્ગે તિમ કીર્તિધર સંયમ સાધી સંચરીયા અપવર્ગ રે... પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૧૭ મહિમાવંત મહંત મનોહર સાધુ ચરિત્ર સુરંગ ભારૂચિ જીવ ભણશે-ગણશે તેહનું પુણ્ય અભંગ રે...
પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૧૮
નાગ ઈંદુમુનિ સિદ્ધિ વરસે (૧૭૧૯) ફાગણ સુદિ તિથિ અંગ પાલનપુરમે મન અભિલાષ ગુણગાયા મુનિ યંગ રે...
તપગચ્છ ગયણ પ્રભાવક ભાનુ વિજય પ્રભસૂરિ સોહે પ્રેમ વિજય બુધ કાંતિ સવાઈ રૂપ ગણે જસ મોહે રે...
પંડિત કૃષ્ણ વિજય ગુણશાલી દીપવિજય કહે ગુરૂ ગુણ ગાતાં પ્રગટે
પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૧૯
૩૦૬
પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૨૦ નામથી રંગ રસાલા જગ જશ માલા રે...
પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૨૧
[X] ૧૭૦. સુદર્શન શેઠની સજ્ઝાયો (૧) શીળરતન જતને ધરો રે લોલ, જેહથી સહુ સુખ થાય રે. સલુણા, શેઠ સુદર્શનની પરે રે લો, સંકટ સહુ મીટ જાય રે. સ. ૧ અંગદેશ ચંપાપુરી રે લો, દધિવાહન ભૂપાળ રે; સ૦ અભયા પ્રમુખ અંતેઉરી રે લો, સુંદર લહે સુકુમાર ર. સ૦ ૨ શેઠ સુદર્શન તિહાં વસે રે લો, નારી મનોરમા કંત રે; સ૦ કામ સમો રૂપે કરી રે લો, વ્રતધારી ગુણવંત રે. સ૦ ૩ અભયારાણી એકદા રે લોલ, કેળવી ફૂડ મંડાણ રે; સ૦ કાઉસ્સગ્ગ કરતા શેઠજી રે લો, અણાવ્યા નિજ ઠાણ રે. સ૦ ૪
સજ્ઝાય સરિતા