________________
જૈન બારમેં વિવિધ પ્રકારે ખેલે ક્રિયા સુવિચાર રે...
પ્રાણી વંદો સુકોશલમુનિ ૬ પુત્ર વિયોગ વિરહ દુ:ખદાયી સહદેવી દુર્યાને મરણ લહીને ધર્યું ચિત્ર ફૂટે વાઘણ રૂપ નિદાન રે...
પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૭ ચઉમાસીતપ કરીને તિહાંથી પાંગર્યા દોય અધિકારી મારગ અધ વચ્ચે વાઘણ ઉઠી પૂર્વ વેર સંભારી રે...
પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૮ કીર્તિધર કહે મુનિ બાલુડા આવી રહો મુજ પીઠ પાપિણી દુષ્ટ પરાભવ કરશે ક્રોધ મુખી ઘણું ધીઠ રે...
પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૯ પોયલ દલશી કાય સુકોમલ એ છે અતિ વિકરાળ નખ દાઢા તીખી અસિ ધારા તે ખમશો કિમ બાલ રે...
પ્રાણી વંદો સુકોશલમુનિ ૧૦ બોલે સુકોશલ મધુરી વાણી સાંભળજો મુજ વાત ચઉગતિમાંહે દુ:ખ અનંતા તે સહ્યાં કેમ તાત રે...
પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૧૧ લાખ ચોર્યાસી જીવની યોની જન્મ-મરણે કરી પૂરી તે સઘળી એકલડાએ ફરસી કોઈ નહિં છે અધૂરી રે...
પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૧૨ વેર સંબંધ હશે તો હણશે તો આતમ ઉદ્ધારશું સહી ઉપસર્ગ ને કર્મ ખપાવી રાજય મુક્તિનું વરશું રે...
પ્રાણી વંદો સુકોશલમુનિ ૧૩ આગમધર ઉભો જઈ આગે આપ સ્વરૂપ સંભાળે વાઘણ વળગી શ્રેણી આરોહી મુક્તિપુરીમાં મહાલે રે...
પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૧૪ મુખ મરકલડે સોનેરી રેખા નિરખી વિમાસે તિમ જાતિ સમરણ લહી તવ ચિતે અધમ કર્યું મેં કામ રે...
પ્રાણી ! વંદો સુકોશલમુનિ ૧૫
[ સક્ઝાય સરિતા
૩૦૫