________________
ઉપસર્ગ કીધા આકરાં રે લોલ, પણ નવિ ચૂક્યા તેહ રે; સ0 આળ અલીક દીયો તીણે રે લોલ, નૃપ નવિ સદ્હે એહ રે, સ૦ ૫ શેઠ ભણી પૂછે ઈશો રે લો, કહો એ કવણ વૃત્તાંત રે; સ0 શેઠ મુખે બોલે નહીં રે લો, રૂઠયો ભૂપ અત્યંત રે. સ૦ ૬ મારણ હુકમ કીયો તદા રે લો, કીધી વિટંબના સૂર રે; સત્ર તસ ઘરણી કાઉસ્સગ્ગ રહી રે લો, કષ્ટને કરવા દૂર રે. સ. ૭ શાસન સુરી સાનિધ્ય કરી રે લો, પ્રગટયો પુણ્ય પંડુર રે; સત્ર શૂળી સિંહાસન થયું રે લો, શીલ પ્રભાવ સમૂર રે. સ૦ ૮ રાજા બહુ આદર કરી રે લો, પહુંચાવ્યો નિજ ગેહ રે; સ0 સબ અપરાધ ખમાવીએ રે લો, વ્યાપ્યો સુજસ અછેહ રે. સ૮ ૯ અનુક્રમે સંયમ આદર્યો રે લો, સાયં આતમ કામ રે; સત્ર કેવળ લહી મુગતે ગયા રે લો,શેઠ સુદર્શન સ્વામી રે. સ૦૧૦ મગધ દેશ પાટલીપુરી રે લો, વાદે શ્રી મુનિ ભાણ રે; સત્ર અમૃત ધર્મ સંયોગથી રે લો, શિષ્ય ક્ષમાકલ્યાણ રે. સ૦૧૧ ૧૭૧. સુદર્શન શેઠની સઝાયો (૨) (ઢાળ-૧)
ઢાળ ૧ સંયમી ધીર સુગુરૂ પયવંદી અનુભવજ્ઞાન સદા આનંદી લલના લોચન બાણે વિંધ્યો શેઠ સુદર્શન જેહ પ્રસિદ્ધો... ૧ તેહ તણી ભાખું સજઝાય શીલવ્રત જેહથી દઢ થાય મંગલકમલા જિમ ઘર આવે ત્રિભુવન તિલક સમાન કહાવે... ૨ ઈતિ ઉપદ્રવ જેહ અકંપા જંબુ ભરતમાંહે પુરી ચંપા દધિવાહન નૃપ અભયા રાણી માનુ લાલિત્યાદિ ગુણે ઈદ્રાણી... ૩ ઋષભદાસ નૃપ અભિમત શેઠ લચ્છી કરે નિત જેઠની વેઠ ઘરણી નામે તસ અરિહાદાસી બેહુની જૈનમતે મતિવાસી... ૪ સુભગ નામ અનુચર સુકુમાલ તેહતણે ઘર મહિષી પાલ માઘમાસે એક દિન વન જાવે સુવિહિત મુનિ દેખી સુખ પાવે... ૫ નિરાવરણ સહ શીત અપાર મુખે કહે ધન્ય તેહનો અવતાર [ સક્ઝાય સરિતા
૩૦૭