________________
એમાં નહિં તુજ દોષ રખે કોઈ મન ધરો.. આગળ સિધ્યા અનંત, સંયમથી લડથડયા તપને બળે વળી શીવ મંદિરમાં તે ગયા; આ સંસાર અસાર, નાટક નવલો સહી, તે દેખી મત રાચો, તમે કાચી મતી લહી... ૨ જેવો રંગ પતંગ કે સુખ સંસારનું ઝાકળ વરસ્યો પાન કે મોતી ઠારનું એમ મીઠે વયણે બેનીને પ્રતિ બુઝવી, સંયમ લહી મન શુદ્ધ વૈરાગી મન રૂલી... સમેત શિખર ગિરનાર આબુની જાત્રા કરી, વળી શત્રુંજય ગિરિરાજ તેણે ફરસી કરી વનમાં રહ્યા એકાકી કે કાયા કેળવી વનચર જીવ અનેક તેહને પ્રતિ બુઝવી... છ8 અઠ્ઠમ ઉપવાસ આંબિલ એકાસણું પાળે જિનવર આણ કે સમકિત સોહામણું એમ કરતાં કેઈ માસ થયા દિન કેટલા કર્મરૂપી સુભટ હણ્યા તેણે તેટલા... એમ તપ કરતાં અઘોર કાયા થઈ દૂબળી ન રહ્યા લોહી કે માંસ હાડ ગયા ગળી સંલેખન એક માસનું અણસણ આદરી એમ કરતાં સુકુમાલિકા આયુ પૂરણ કરી.... એમ ચારિત્ર આરાધી ત્રિકરણ યોગથી પહોંચી દેવલોક માંહી અંતે શિવગતિ લહી સુમતિવિજયનો શિષ્ય રામવિજય ઈમ કહે ઘેર ઘેર મંગળમાળ કે સુખ સંપત્તિ લહે.
૧૬૮. સુકોશલ કીર્તિધર મુનિની સઝાયો (૧) જંબુદ્વીપ મોઝાર રે, ભરતમાંહિ નગરી અયોધ્યા જાણીએ એ; તિહાં શ્રી વિજય નરિંદરે, દો સુત તેહને, વજબાહુ પુરંદર એ; વજબાહુ કુમાર રે, ચાલ્યો ઘર થકી, એક દીન નાટાપુર ભણી એ;
સઝાય સરિતા
૧ ૨ ૩
૨૯૮