________________
જુઓ૦ ૮
બેઠી બાળા વનમાં દેખી તે તો ત્યાં કને પહોંતા રે... જુઓ૦ ૩ રે બાઈ તું એકલી વનમાં અહિયાં કેમજ આવી રે; કહે છે બેની સાંભળ વીરા કર્મો મુજને લાવી રે... જુઓ૦ ૪ સાર્થવાહને જઈ સંભળાવ્યું અનુચરે તેણિ વાર મહાવનમાં એક નારી અનુપમ બેઠી વડતરૂ છાંય રે... જુઓ૦ ૫ ઈંદ્રાણી ને અપછરા સરખી રૂપાળી રડું ગાત્ર રે; કહો તો અહિંયા તેડી લાવું, જોયા સરખી પાત્ર રે... જુઓ૦ ૬ સાર્થવાહ કહે તેડીને લાવો ઘડી ન લગાડો વિલંબ રે; અનુચર તેને તેડીને લાવ્યો, સાર્થવાહની પાસ રે... જુઓ૦ ૭ વાત વિનોદ કરી સમજાવી ભોળવી તે નાર ભમરી રે; સારથવાટે ઘરમાં બેસાડી કર્મ તણી ગતિ ન્યારી રે... કર્મ કરે તે ન કરે કોઈ કર્મે સીતા નારી રે; દમયંતી છોડી નળ નાઠો જુઓ જુઓ વાત વિચારી રે... જુઓ. ૯ સુકુમાલિકાએ મનમાં વિમાસી છોડ્યો સંજમ જોગ રે; સાર્થવાહના ઘરમાં રહીને, ભોગવે નિત્ય નવા ભોગ રે... જુઓ૦ ૧૦ ભાઈ પોતાના સંયમ પાળે દેશ દેશોન્તર ફરતા રે; અનુક્રમે તેહના ઘરમાં આવ્યાં ઘેર ઘેર ગોચરી ફરતા રે... જુઓ૦ ૧૧ મીઠા મોદક ભાવ ધરીને મુનિવરને વહોરાવ્યા રે; મુનિ પણ મનમાં વિસ્મય પામ્યા સદેહ મનમાં લાવ્યા રે... જુઓ૦ ૧૨ કહે છે બેની સાંભળ વીરા શી ચિંતા છે તેમને રે; મનમાં હોય તે કહો મુજ આગળ જે હોય મનમાં તુજને રે... જુઓ૦ ૧૩ તારા જેવી એક બેન અમારી સૂધો સંજમ પાળી રે; મોટું ફળ તે મરીને પામી, તે મનમાં શું વિચારી રે... જુઓ૦ ૧૪ કહે છે બેની સાંભળ વીરા જે બોલ્યા તે ગ્રાચું રે; કર્મે લખ્યું તે મુજને થયું છે, તેમાં નહિં કાંઈ કાચું રે... જુઓ૦ ૧૫
ઢાળ ૩. મનમાં સમજ્યા દોય ભ્રાત વડેરો એમ કહે; સાંભળ બેની વાત તે તો તું નવિ લહે;
નહિં કાંઈ તાહરો વાંક, પૂર્વ ભવ આંતરો સક્ઝાય સરિતા
૨૯૭