________________
પ્રાણી. ૧
પ્રાણી- ૨
પ્રાણી- ૩
પ્રાણી ૪
પ્રાણી૫
પ્રાણી- ૬
સિંહસેન નરપતિ રાજીયો રે રાણી સિંહલ્યા ત્યાંય રે પ્રાણી ! જુઓ જુઓ કર્મની વાત છાંયે પણ છૂટે નહિં રે કર્યા કર્મ વિશેષ રે... શશક-ભશક દોય તેહના રે ઉપન્યા બાલ કુમાર બાલિકા એક સુકુમાલિકા રે રૂપતણો ભંડાર રે... સશક ભશક સુકુમાલિકા રે વાધે તે રૂપ વિવેક; અનુક્રમે મોટા થયા રે જ્ઞાનાદિ ગુણ સુવિશેષ રે... સાધુ સમીપે દીક્ષા ગ્રહી રે શસક ભશક સુકુમાલ; પછી તેનું શું થયું ? જુઓ કર્મ વિપાક રે... ગામ નગર પુર વિચરતા રે પાળતા જિનવર આણ; તપ તપે અતિ આકરાં રે તોડે કર્મ નિદાન રે... બાલિકા એક સુકુમાલિકા રે તેનું અનુપમ રૂપ; વિવરીને હું વર્ણવું રે જોવા આવે છે ભૂપ રે. ભ્રાતા દોય ચોકી કરે રે મેલી કુળ આચાર ઋતુ ધારી ન ખમાવીયેરે અઠ્ઠમ તપ અનુસાર રે... અંગોપાંગ હાલે નહિં રે જીવ થયો અસરાલ કઠે તો કાંટા પડે રે મરણ જાણ્યું સુકુમાલ રે... મરણ જાણી મેલી ગયા રે થઈ ઘડી એક જામ શીતળ વાયો વાયરો રે, પ્રાણ સચેતન તામ રે... ચારે દિશાએ જુએ વળી રે વન મોટું વિકરાળ; નયણે તો આંસુ ઝરે રે બેઠી વડતરૂ છાંય રે..
ઢાળ ૨ હવે એક સમયે આવ્યો પરદેશી વેપારી વ્હેપારે રે; પાંચસો પોઠ ભરીને લાવ્યો, સારથવાહ શિરદાર, જુઓ જુઓ જન્મ જરા જગ જોર કર્મ ન મેલે કેડો... પોઠ ઉતારી સરોવર તીરે ભરીયું ઘોર ગંભીર રે; વડ તરૂ મોટી વાદળ છાયા તેમાં ભરીયું નીર... ઈધણ પાણી લેવા સારૂ ફરે અનુચર જોતા રે;
પ્રાણી- ૭
પ્રાણી- ૮
પ્રાણી ૯
પ્રાણી૧૦
જુઓ૦ ૧
જુઓ૦ ૨
૨૯૬
સ%ાય સરિતા