________________
૧૦
પરણી રાજકુમારી રે, નામે મનોરમા, પરણી ચાલ્યાં ઘર ભણી એ, ૪ આવ્યો સાળો સાથે રે, મારગ મુનિવરું, દેખીને તે હરખીયા એ; ૫ કુમર નીરખે સારરે, અનીમિષ લોયણે, વદન કમલ મુનિવર તણાં એ; ૬ બોલે સાળો તામરે, કુમર ઘણું દેખો, લેશો વ્રત મુનિવર કને એ; ૭ મુજને સાથે લેજો રે, બોલ સોહામણો, બોલે હાસ્ય મિષે કરીએ; ૮ આવ્યો અતિ વૈરાગ્ય રે, તે બેઉ જણા, સંયમ લે મુનિવર કને એ; ૯ તેની સાથે નારી રે, ચારિત્ર આદરે, મન વૈરાગ્ય ધરી ઘણો એ; રાજકુમાર છવ્વીસ રે, સંયમ આદરી, મુક્તિ પહોંચ્યા તે સહુ એ; ૧૧ સાંભળી પુત્ર ચરિત્રરે, વિજય નરેસરૂ, રાજ્ય પુરંદરને દીએ એ; પાળે નિરતિચારરે, તપ સંયમ દોય, મુક્તિ મંદિર સંચર્યા રે; રાય પુરંદરધીર રે, રાજ્ય કીર્તિધરને, દેઈ દીક્ષા આદરે એ; ૧૪ તવ કીર્તિધરરાય રે, રાણી સહદેવી, સુખ વીલસે સંસારના એ; એક દિન પૃથ્વીપાલરે, સૂર્ય ગગન તળે દેખ્યો રાહુએ ગ્રસ્યો એ; રાય ધરે વૈરાગ્ય રે, સંયમ મનધરે, તવ વારે મંત્રીસરૂ એ;
સ્વામિ અમે અનાથ રે, રાજ્ય ધુરંધર, પુત્ર પાખે કિમ ઠંડીએ એ; ૧૮ કરૂણાસાગર રાય રે, ભાવ મુનીપણે, તાસ વચને કઈ દિન રહે એ; ૧૯ રાણી જાયો પુત્ર રે, તત્ક્ષણ સંયમ, લેઈ મુનિવર વિચરીઆ એ; ૨૦ માડી મન આણંદ રે, નામ સુકોશલ, દેઈ પુત્ર પઢાવિઓ એ; ૨૧ પાળે રાજ્ય સુજાણ રે, કુમાર સોહામણો, લોક તણે મન ભાવિઓ એ; ૨૨ પરણી સુંદર નારી રે, લીલા ભોગવે, દોગંદુક જેમ દેવતા એ; ૨૩ કીર્તિધર મુનિરાય રે, એક દીન આવીયા, નગરમાંહિ ભિક્ષા ભમે એ; ૨૪ દેખી રાણી કંતરે, હૈડે ચિંતવે, માંહે આવે નહિ ભલો એ; રતન સરીખો એકરે, માહરે નંદન, ભોળવી ભામે પાડશે એ; સંયમવંતો સાધુ રે, સમતા ભાવતો, ભેજી જન તે કાઢીઓ એ; સુકોશલની ધાવ રે, દેખી મુનિવરને, કાઢતો મન દુ:ખ ધરે એ; ૨૮ ધરતી મુખ નીશાસરે, રડતી આવતી, રાય કને ઉતાવળી એ; ૨૯ સ્વામિ તુમચો તાતરે, વહોરણ આવતો, રાણીએ નિકાલીઓએ; ૩૦ એહવો દેખી સ્વરૂપ રે, કુમાર વિમાસતો, આપ સ્વારથ સહુ મિલ્યા એ; ૩૧ કુમર સુણી તે વાત રે, દોડી આવતો, સેવકને નિવારતો એ; ૩૨
// સઝાય સરિતા
૨૯૯