________________
પંદરમા જિનવરને વારે નરદેવ કરે જીવ રક્ષા રે... રંગીલા૦ ૧૬ શ્રી વિજયસેન સૂરીશ્વર વાણી તપગચ્છરાજે જાણી
વિનયકુશલ પંડિત વરખાણી તસ ચરણે ચિત્ત આણી રે... રંગીલા૦ ૧૭ સાતસે વર્ષે રોગ સમાયો કંચન સરખી કાયા શાંતિકુશલમુનિ એમ પરંપે દેવલોક ત્રીજા પાયા રે... રંગીલા૦ ૧૮
૧૫૯. સનકુમાર ચક્રવર્તિની સજ્ઝાયો (૩) જોને વિચારી એવું રે આ સ્વપ્ના જેવું તન તારૂં ગણે ભલે કાંચન જેવું પણ અંતે તો રાખ થનારૂં... સનતકુમાર ચક્રી વળી જુઓ છ ખંડનો પ્રતિપાળ રૂપ અનુપમ તેના દેહનું ક્ષણમાં થયું વિખરાળ શું અભિમાન મન રાખો રે દેહનું તેજ જનારૂં... રંક જેમ સ્વપ્નાની માંહિ પામ્યો રાજવિલાસ વૈભવ દીઠા પણ નહિં વિલસ્યા જાગીને થયો રે ઉદાસ એવું સુખ આભાસે રે અંતે તો જુઠું છે વારૂ... સેજ તળાઈમાં રોજ પોઢતો મસુરીયાં ધરી માલ દિનરાત જાતાં નહીં જાણતાં તેણે પણ લઈ ગયા કાળ ઓચિંતુ એકલું જાવું રે નથી કોઈ સાથે થનારૂં... ધણ ણ કંચન ને કામિની કોઈ ન આવે સાથ સ્મશાન ભૂમિમાં સુકા કાજે બળશો ભાઈ અનાથ કેવલ મુનિ કહે છે રે ભક્તો ચેતી જાઓ તો સારૂં... સ્વપ્ના૦ ૫
૨૮૮
સ્વપ્ના૦૧
સ્વપ્ના૦ ૨
સ્વપ્ના૦ ૩
સ્વપ્ના૦ ૪
૧૬૦. સંગ્રામ સોનીની સજ્ઝાય
દુહા શ્રી શંખેશ્વર પાય નમી, શારદ માત પસાય,
સોનીશ્રી સંગ્રામના, ગુણગાયે નવિધિ થાય... ૧ માંડવ ગઢનો રાજીયો, ગ્યાસુદ્દીન પાંતસાહ, એક દિન બહાર ખેલવા, ચાલ્યો ધરી... ૨ સાથે સિત્તેર ખાન છે, બહોતેર ઉમરાવ જાણ, સોની પણ સંગ્રામ છે, તેહના કરૂં વખાણ... ૩
સજ્ઝાય સરિતા