________________
રૂપ અનોપમ ઈંદ્રે વખાણ્યું સુર જાણે એ માયા
બ્રાહ્મણ રૂપ કરી દોય આયા ફરી ફરી નિરખત કાયા રે... રંગીલા૦ ૨ જેહવો વખાણ્યો તેહવો દીઠો રૂપ અનોપમ ભારી
સ્તવના સાંભળી મનમાં હરખ્યો આણ્યો ગર્વ અપારી રે... રંગીલા૦ ૩ અબ શું નિરખો લાલ રંગીલે ખેર ભરી મુજ કાયા
નાહી ધોઈ જબ છત્ર ધરાવું તબ જોજ્યો મોરી કાયા રે... રંગીલા૦ ૪ મુગટ કુંડલ હાર મોતીનાં કરી શણગાર બનાયા
છત્ર ધરાવી સિંહાસન બેઠા તવ ફરી બ્રાહ્મણ આયા રે... રંગીલા૦ ૫ દેખી જોતાં રૂપ પલટાણું સુણ હો ચક્રી રાયા
સોળ રોગ તેરી દેહમાં ઉપન્યા ગર્વ મ કર ફૂડી કાયા રે... રંગીલા૦ ૬ કળકળીયો ચક્રી ઘણું મનમાં સાંભળી દેવની વાણી
તુરત તંબોલ નાખીને જોવે રંગભરી કાયા પલટાણી રે... રંગીલા૦ ૭ ગઢ મઢ મંદિરે પોળમાળીયા મેલ્યાં થંડી તે વિ ઠક્કુરાઈ
નવનિધિ ચૌદ રતન સવિ મેલ્યાં મેલી તે સયલ સજાઈ રે... રંગીલા૦ ૮ હયગયરથ અંતે ઉરી મેલી મેલી તે મમતા માયા
એકલડો સંયમ લઈ વિચરે કેડ ન મેલે રાણા રાયા રે... રંગીલા૦ ૯ પાયે ઘુઘરી ઘમ ઘમ વાજે ઠમ ઠમ કરતી આવે
દશ આંગળીયે બે કર જોડી વિનતિ ઘણીય કરાવે રે... રંગીલા૦ ૧૦ તુમ પાખે મોરૂં દિલડું દાઝે દિન હી પેરે જાશે
એક લાખને બાણુ સહસને નયણે કરી નિરખીજે રે... રંગીલા૦ ૧૧ માત-પિતા હેતે કરી ઝૂરે, અંતે ઉર વિ રોવે
એક વાર સન્મુખ જુઓ ચક્રી સનત કુમાર નવિ જોવે રે... રંગીલા૦ ૧૨ ચામર ઢોળાવો છત્ર ધરાવો રાજ્યમેં પ્રતપો રૂડા
છ ખંડ પૃથ્વી આણ મનાવો તે કિમ જાણ્યા ફુડા રે... રંગીલા૦ ૧૩ છત્ર ધરે શિર ચામર ઢાળે રાવત પ્રતપો રૂડે
છ ખંડ પૃથ્વી રાજ્ય ભોગવો છ માસ લગી ફ્રે કેડે રે... રંગીલા૦ ૧૪ તવ ફરી દેવ છળવા કારણ વૈદ્ય રૂપ લહી આવે
તપશક્તિયે કરી લબ્ધિ ઉપની થુંકે કરી રોગ શમાવે રે... રંગીલા૦ ૧૫ બે લાખ વરસ મંડલીક ચક્રી લાખ વરસની દીક્ષા
સજ્ઝાય સરિતા
૨૮૭