________________
દાંતે દીયે દશ આંગુલી વિનવે વારંવાર રે... ઘરે આવના રે ૪ ખાંતે ખોળા પાથરે વિનંતિ કરે કરજોડ રે એક વાર બોલો તાતજી એમ કહે સુત સવાકોડ રે... ઘરે આવના રે ૫ શિર ઉપર છત્ર ઢળે ચામર વીંઝે બહુ પાસ રે એમ કેડે ફરતાં થકાં વહી ગયા ષટ માસ રે... ઘરે આવના રે ૬ ન જુએ સાહસું બોલે નહિં તવ વંદીને પાય રે સહુ સહુને થાનકે ગયા વિહાર કરે ઋષિરાય રે... ઘરે આવના રે ૭
ઢાળ ૪.
ધન્ય ધન્ય સનતકુમારને, ઈન્દ્ર સભામાં પ્રશંસે રે; કર્મ અહીયાસે આપણાં, પણ પરિગ્રહશું ન પ્રેમ રે. ધન્ય૦ ૧ ઈન્દ્ર વચન અણમાનતો, વૈદ્ય રૂપે આવ્યો દેવ કોય રે; પણ છળે ન પડ્યાં સાધુજી, અનેક ઉપાય કરી થાક્યો સોય રે. ધન્ય૦ ૨ થુંક અડાડ્યું જેને થાન કે, સોનાવરણી થાય દેહ રે; લબ્ધિ દેખી ઋષિરાયની, દેવલોકે દેવ ગયો તેહ રે. ધન્ય૦ ૩ પટખંડ પૃથ્વી ભોગવી, ચકીપણે વરસ દોય લાખ રે; લાખ વરસ દીક્ષા વહી, પાળી તે શાસ્ત્રની શાખ રે. ધન્ય. ૪ સાતસે વરસ લગે જેણે, રોગ પરિષહ સહ્યા રંગ રે; પણ ઉપચાર કીધો નહિ, સમતાસું રાખ્યો મન સંગ રે. ધન્ય૦ ૫. પહોત્યો દેવલોક ત્રીજે એ, ચારિત્ર પાળી નિરતિચાર રે; એક ભવને આંતરે, મુકિત જશે તે નિરધાર રે. ધન્ય૦ ૬ શ્રી ધર્મનાથના શાસને, ઉદ્યોતકારી થયો ઋષિરાય રે; ઉદયરત્ન ઋષિરાયના, કરજોડીને વંદે પાય રે. ધન્ય૦ ૭
૧૫૮. સનકુમાર ચક્રવર્તિની સઝાયો (૨) સરસતી સરસ વચન રસ માગું તોરે પાયે લાગું સનતકુમાર ચક્રી ગુણ ગાઉ જિમ હું નિર્મલ થાઉં રે રંગીલા રાણા ! રહો રહો જીવન ! રહો રહો, મેરે સનતકુમાર,
વિનવે સવિ પરિવાર રે... રંગીલા ૧
સક્ઝાય સરિતા
૨૮૬