________________
૧૫૬. શ્રેણીકરાજાની સઝાય
દુહા હવે ઈણ અવસર અન્યદા, આવ્યા શ્રી વર્ધમાન, શીતકાળ ઋતુ છે તદા, ધરતા ભવિજન ધ્યાન... ૧ શ્રેણીક અંતે ઉર સહિત, પરવરીયા પરિવાર, વંદન પહુતો જિન ભણી, સફળ કરણ અવતાર... ૨ વળતાં એક મુનિ પેખીયો, સરોવર કેરી પાળ, વાસર થોડો જાણીને, કાઉસગ્ગ રહ્યો નિહાળ... ૩ રાજા રાણી ભાવશું, વાંધા મુનિવર પાય, સંધ્યાયે ઘરે આવીયા, સહુકો' હર્ષિત થાય... ૪ સુંદર મંદિર આપણે, કરતાં કે લિ નિઃશંક, રાજા રાણી ચેલ્લણા, પોઢ્યાં એક પલંગ... ૫
aiળ રાજા શ્રેણીક પોલ્યો મંદિરે રે રાણી ચેલણા કેરે સાથ રે નિદ્રાવશ રાણી નવિ લેખીયો રે સોડબાહિર રહી ગયો હાથ રે રાજા૧ શીતે કર ઠર્યો અતિ ઘણો રે ઝબકી જાગીને કહે એમ રે તે કિમ હોશે ? પ્રીતમ એમ સુણી રે ચિતે શ્રેણીક મનમાં તેમ રે... રાજા૦ ૨ અસતીને મન માંહે કુણ વસે રે ચંચળ ચિત્ત નારીનો હોય રે વાયસ કદી ન હોવે નિર્મળો રે દેખો પંચામૃતશું ધોય રે... રાજા૦ ૩ અંતે ઉર પરજાલણ ભણી રે દે મંત્રીસરને આદેશ રે નરપતિ પહોતા શ્રીજિન વાંદવા રે કહે મંત્રીને મગધેશ રે... રાજા. ૪ અભય વચન સુણી હિયડે ચમકીયો રે અવિચાર્યો દીધો આદેશ રે મુજ માતા તો શીયલે નવિ ચલે રે જ પીતે આવે અમરેશ રે.... રાજા૫ જેમ તેમ અંતેઉરને રાખવો રે બુદ્ધિપ્રપંચ કરી- ઈહાં કોય રે અંતેઉર પણ પ્રજાળવો રે રાય હુકમ પણ સાચાં હોય રે... રાજા૦ ૬ છરણ જાળી કુંજરની ફટી રે મંત્રી હવે એવા બુદ્ધિ વંત રે વાંદી પૂછે નરપતિ એકમનારે ચેલણા કેવી કહો ભગવંતરે... રાજા. ૭ જિન બોલે-સાંભળ તું શુભમતિ રે સાતે સતીયોમાં શિરતાજ રે નરપતિ ચેડાની સુતા સાતે સતી રે ઈણિપરે ભગવંત સંશય ભાંજ રે...
સાય સરિતા
૨૮૩