SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫. શ્રીપાળરાજા-મયણાસુંદરીની સજઝાયો (૩) સરસ્વતી માતા મયા કરો, આપો વચન વિલાસો રે, મયણા સુંદરી સતી ગાઈશું, આણી હઈડે ભાવો રે. ૧ નવપદમહિમા સાંભલો, મનમાં ધરી ઉલ્લાસો રે; મયણાસુંદરી શ્રીપાલને, ફલીયો ધરમ ઉદારો રે. નવ૦ ૨ માલવ દેશમાંહે વલી, ઉજેણી નયરી જામ રે; રાજ કરે તિહાં રાજીયો, પ્રજાપાલ નરીંદ રે. નવ૦ ૩ રાય તણી મનમોહની, ધરણી અનોપમ દોય રે; તાસ કુખે સુતા અવતરી, સુરસુંદરી-મયણા જોડ રે. નવ૦ ૪ સુરસુંદરી પંડિત કને, શાસ્ત્ર ભણી મિથ્યાત રે; મયણાસુંદરી સિદ્ધાન્તનો, અરથ લીયો સુવિચારો રે. નવ૦ ૫ રાય કહે પુત્રી પ્રત્યે, હું તુઠો તુમ જેહ રે; વિંછિત વર માંગો તદા, આપું અનોપમ તેહ રે. નવ૦ ૬ સુરસુંદરી વર માગીયો, પરણાવી શુચિ ઠામો રે; મયણાસુંદરી વયણ કહે, કર્મ કરે તે હોવે રે. નવ૦ ૭ કમેં તુમારે આવીયો, વર વરો બેટી જેહ રે; તાત આદેશે કર ગ્રહી, વરીયો કુછી તેહ રે. નવ૦ ૮ આયંબિલનો તપ આદરી, કોઢ અઢાર તે કાઢે રે; સદ્ગુરુ આજ્ઞા શિર ધરી, હુઓ રાય શ્રીપાલ રે. નવ૦ ૯ દેશ-દેશાંતર ભમી કરી, આયો તે વર્ષ અંતે રે; નવ રાણી પરણ્યો ભલી, રાજ્ય પામ્યો મનરંગ રે. નવ૦ ૧૦ તપ પસાય સુખ સંપદા, પ્રત્યક્ષ સ્વર્ગે પહોંચ્યો રે; ઉપસર્ગ સવિ દૂરે ટલ્યો, પામ્યો સુખ અનંતો રે. નવ૦ ૧૧ તપગચ્છ દિનકર ઉગીયો, શ્રી વિજયસેન સૂરદો રે; તાસ શિષ્ય વિમલહેમ વિનવે, સતી નામે આણંદો રે. નવ૦ ૧૨ ૨૮૨ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy