________________
મન વચન ગોપવી કાયા, ગુલાબ૦ વંદુ તેવા મુનિવર રાયા... જાપોને૦ ૮ છ દરિસણ પદ છે મૂલ, ગુલાબ૦ કોઈ આવે નહીં તસ તોલ... જાપોને૦ ૯ સોહે સાતમું પદ વરનાણ, ગુલાબ૦ તેના ભેદ એકાવન જાણ... જાપોને૦ ૧૦ જ્ઞાન પાંચમું કેવલ થાય, ગુલાબ૦ ત્રણ લોકના ભાવ જણાય... જાપોને૦ ૧૧ પદ આઠમે ચારિત્ર આવે, ગુલાબ૦ દેવો ઈચ્છા કરે ના પાવે... જાપોને૦ ૧૨ ભવિ જીવ તે ભાવના ભાવે, ગુલાબ- કોઈ રીતે ઉદયમાં આવે...... જાપોને૦ ૧૩ કરો નવમે તપપદ ભાવે, ગુલાબ૦ આઠ કર્મ બળી રાખ થાવે...... જાપોને૦ ૧૪ સિદ્ધિ આતમ અનંતી પાવે, ગુલાબ૦ દેવ દેવી મળી ગુણ ગાવે. જાપોને૦ ૧૫ પ્રભુ પૂજો કેસર પદ ઘોળી, ગુલાબ૦ ભરો હરખે હેમ ચોળી... જાપોને૦ ૧૬ ભરી શુદ્ધ જલે અંઘોળી, ગુલાબ૦ ચઉગતિની આપદા ચોળી... જાપોને૦ ૧૭ દુર્ગતિના દુ:ખ હરે ઢોળી ગુલાબ૦ આસો સુદ સાતમની ઓળી... જાપોને૦ ૧૮ કરી નવ આંબીલની ઓળી, ગુલાબ૦ મળી સરખી સહિયરની ટોળી... જાપોને૦ ૧૯ મયણા ધરે નવપદ ધ્યાન, ગુલાબ૦ પતિ કાચા થઈ કંચનવાન
જાપોને૦ ૨૦
સહુ મંત્રમાં છે શિરદાર, ગુલાબ૦ તમે આરાધો સહુ નરનાર...જાપોને૦ ૨૧ ન્યાયસાગરે ઢાળ કહી ચોથી, ગુલાબ॰ હવે પૂજો જ્ઞાનની પોથી... જાપોને૦ ૨૨
સજ્ઝાય સરિતા
૨૮૧