________________
રાજા૦ ૮
ઈમ સુણી નૃપ વેગે આવ્યો વહી રે શું તે કીધો એમ પૂછે વાણ રે અભય ભણે-તુમ હુકમ કીધો એમ રે તે પણ કેમ ન છંડ્યા પ્રાણ રે...
રાજા૦ ૯
મંત્રી તાતતણો વચન સંગ્રહી રે બોલે બાલ મરણ ન કરૂં નિટોલ રે એ અવસરે સંયમ લઈશ ભાવશું રે અભયકુમારે કહ્યાં એ બોલ રે...
રાજા૦ ૧૦
ચિંતા નિવારો રાજા ચિત્તની રે છે તુમ અંતે ઉરને ક્ષેમ રે રાજા રાણી અતિ હર્ષિત થયા રે વળતો અભય ભણી કહે એમ રે...
રાજા૦ ૧૧
તું મુજ જીવનપ્રાણ જગતમેં રે તું મુજ માનસરોવર હંસ રે ચિરંજીવ તું મંત્રી માહરો રે તુજથી ઓપ્યો મુજ વંશ રે... રાજા૦ ૧૨ સુખ ભોગવતો તું રહે શાશ્વતો રે સંતોષી ઈમ કહે સુવચન રે બુદ્ધિએ જેણે અંતેઉર રાખીયો રે લક્ષ્મી વિજય કહે લોકમાં ધન ધન્ય રે...
રાજા૦ ૧૩
૧૫૭, સનકુમાર ચક્રવર્તિની સજ્ઝાયો (૧) (ઢાળ-૪)
ઢાળ ૧
કુરૂદેશે ગજપુર ઠામે તિહાં સનતકુમાર એવે નામે ચક્રવર્તી બેઠો સોહે તનુ તેજે ત્રિભુવન મોહે... રૂપવંત માંહિ એક રેખ વખાણ્યો ઈંદ્રે વિશેષ સુરપતિની સાંભળી વાણી મનમાંહે સંશય આણી... દોય દેવ ભરાણા અદેશે આવ્યા તિહાં બ્રાહ્મણ વેશે નાહવા બેઠો રાજેંદ્ર જાણે ઉગ્યો પૂનમનો ચંદ્ર... નજર માંડીને નિરખે રૂપ દેખીને મન હરખે અહો અહો એહનું રૂપ ત્રિભુવન માંહે અનૂપ... વિધાતાએ હાથે ઘડીઓ પુણ્યે એ નજરે પડીયો બોલાવે જબ રાજેંદ્ર તવ વિપ્ર કહે એ વચન...
૨૮૪
સજ્ઝાય સરિતા
૧
૨
૩
૪