________________
ઢળક ઢળક આંસુ ઢળે રે લોલ, કાગ હસવું દેડક જીવ જાય રે... કર્મ૦ ૨૧ (સાખી) કમલીની જલમાં વસે, ચંદ્ર વસે આકાશ,
જે જિહારે મન વસે, તે તિહારે પાસ...
કર્મ૦ ૨૨ હવે મયણા કહે ઉબર રાયને રે લોલ, તમે વહાલા છો જીવન પ્રાણ રે... કર્મ૦ ૨૩ પશ્ચિમ રવિ ઉગે નહી રે લોલ, નવ લોપે જલધિ મર્યાદ રે... કર્મ૦ ૨૪ સતી અવર પુરુષ ઈચ્છે નહી રે લોલ, કદી પ્રાણ જાય પરલોક રે...
કર્મ૦ ૨૫ પિતાએ પંચની સાખે પરણાવી રે લોલ, અવર પુરૂષ બંધવ હોય રે... કર્મ૦ ૨૬ હવે પાય લાગીને વિનવું રે લોલ, તમે બોલો વિચારીને બોલ રે... કર્મ૦ ૨૭ રાત્રી વીતી એમ વાતમાં રે લોલ, બીજો દિન થયો પ્રભાત રે... કર્મ૦ ૨૮ હવે મયણા આદીશ્વર ભેટવા રે લોલ, જાય સાથે લઈ ભરથાર રે... કર્મ૦ ૨૯ પ્રભુ કેસર ચંદને કરી પૂછયા રે લોલ, વળી કંઠે ઠવી ફુલમાળ રે... કર્મ૦ ૩૦ કરી ચૈત્યવંદન ભાવે ભાવના રે લોલ, ધરે મયણા કાઉસગ્ગ ધ્યાન રે... કર્મ૦ ૩૧ પ્રભુ હાથે બીજારૂં શોભતું રે લો, વળી કંઠે ઠવેલ ફુલમાળ રે... કર્મ૦ ૩૨ શાસન દેવતા સહુ દેખતા રે લોલ, આપ્યું બીજોરૂ હાથ માંય રે...કર્મ૦ ૩૩ લીધું ઉબર રાણાએ તે હાથમાં રે લોલ, મયણા હૈડે તે હર્ષ ન માય રે... કર્મ૦ ૩૪ પૌષધશાલામાં ગુરૂ વાંદવા રે લોલ, લઈ ચાલી મયણા ભરથાર રે... કર્મ૦ ૩૫
કર્મ૦ ૩૬
કર્મ૦ ૩૭
કર્મ૦ ૩૮
કર્મ૦ ૩૯
ગુરૂ આપે છે ધર્મ દેશના રે લોલ, દોહીલો મનુષ્ય અવતાર રે... પાંચે ભૂલ્યોને ચારે ચૂકીયો રે લોલ, ત્રણનું ન જાણ્યું નામ રે... જગત ઢંઢેરો ફેરીયો રે લોલ, બોલે છે શ્રાવક મારૂં નામ રે... લાલચ શું લાગી રહ્યો રે લોલ, વાલા નન્નો રહ્યો હજુર રે...
સજ્ઝાય સરિતા
૨૭૯