________________
કર્મ૩ એને દેવની ડેરે આરાધવો રે લોલ, ઉચા કુળની સ્ત્રીનો આચાર રે...
- કર્મ૪ મુખ રંગ પુનમની ચાંદની રે લોલ, શાત્રે લગ્નવેળા જાણી શુદ્ધ રે...કર્મ, ૫ એમ વિચારી મયણાસુંદરી રે લોલ, કર્યું તાતનું વચન પ્રમાણ રે... કર્મ૦ ૬ આવી ઉબર રાણાની ડાબી બાજુએ રે લોલ, જાતે કરે છે હસ્ત મેળાપ રે...
કર્મ૦ ૭ કોઢીયા રાજાએ કહેવરાવીયું રે, કાગકઠે મોતી ના સોહાય રે... કર્મ, ૮ હોય દાસી કન્યા તો પરણાવજો રે લો, કોઢીયા સાથે શું રાજકન્યાય રે...
કર્મ૦ ૯ માતા મયણાની ઝુરતી રે લોલ, રોવે માતા કુટુંબ પરિવાર રે... કર્મ, ૧૦ રાજા તે હઠ મૂકે નહી રે લોલ કહે મારો નહીં કોઈ દોષ રે... કર્મઠ ૧૧ કોઈ રાજાના દોષને ધિક્કારતું રે લોલ, કોઈ કહે કન્યા અપરાધ રે...
દેખી રાજકુંવરી અતિ દીપતી રે લોલ, રોગી સર્વે થયા રળીયાત રે...
કર્મ૧૩ ચાલી મયણા ઉબરની સાથમાં રે લોલ, કોઢીયાતણે આવાસ રે...
કર્મ૧૪ હવે ઉબર રાણો મન ચિંતવે રે લોલ, ધિક્ ધિક્ મારો અવતાર રે..
કર્મ. ૧૫ સુંદર રંગીલી છબી શોભતી રે લોલ, તેનું જીવન કર્યું ધૂળ રે..કર્મઠ ૧૬ કહે ઉબર રાણો મયણા સુંદરી રે લોલ, તમે ઉડો કરો આલોચ રે..
કર્મ૧૭ તારી સોના સરીખી દેહડી રે લોલ, મારી સંગતિથી થાશે વિનાશ રે..
કર્મ. ૧૮ તું તો રૂપે કરી રંભા સારિખી રે લોલ, મુજ કોઢીયા સાથે શું સ્નેહ રે...
કર્મ. ૧૯ પતિ ઉબર રાણાના વચન સાંભળી રે લોલ, મયણા હૈડે તે દુઃખ ન માય રે..
કર્મ) ૨૦
૨૭૮
સઝાય સરિતા